ભાત બનાવ્યા બાદ જો તમે તે ભાતનું પાણી ફેંકી દો છો તો આ ખબર છે તમારા માટે, આ પાણીના ફાયદાઓ જાણીને લાગશે નવાઈ

|

Feb 02, 2019 | 11:35 AM

આપણે જ્યારે ભાત બનાવીએ ત્યારે ચોખાને જેમાં પલાળ્યા હોય અને ત્યારબાદ જે પાણીમાં ઉકાળીએ છીએ તે પાણી આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમે જ્યારે આ પાણીના ફાયદાઓ જાણશો તો પછી ક્યારેય આ પાણી ફેંકવા વિશે નહીં વિચારો. ભાતના આ વધેલા પાણીને માંડ પણ કહેવામાં આવે છે. જો તમે આ માંડને તમારી ત્વચા અને વાળના […]

ભાત બનાવ્યા બાદ જો તમે તે ભાતનું પાણી ફેંકી દો છો તો આ ખબર છે તમારા માટે, આ પાણીના ફાયદાઓ જાણીને લાગશે નવાઈ

Follow us on

આપણે જ્યારે ભાત બનાવીએ ત્યારે ચોખાને જેમાં પલાળ્યા હોય અને ત્યારબાદ જે પાણીમાં ઉકાળીએ છીએ તે પાણી આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમે જ્યારે આ પાણીના ફાયદાઓ જાણશો તો પછી ક્યારેય આ પાણી ફેંકવા વિશે નહીં વિચારો.

ભાતના આ વધેલા પાણીને માંડ પણ કહેવામાં આવે છે. જો તમે આ માંડને તમારી ત્વચા અને વાળના ઉપયોગમાં લો તો તેના તમને ઘણાં ફાયદાઓ થાય છે.

ચહેરા પરના ડાઘ-ધબ્બા થાય છે દૂર

જો તમે ભાતના પાણી એટલે કે માંડથી પોતાના ચહેરાને ધોશો તો તમારી ત્વચા નરમ બની જશે અને ચહેરા પર ચમક વધશે. આ પાણીને ઉપયોગમાં લેવાથી તમારા ચહેરા પરના કાળા ડાઘ-ધબ્બા દૂર થઈ જશે. ભાતના પાણીમાં પ્રોટીન, વિટામિન અને એન્ટિ-ઑક્સિડન્ટ તત્વો મળી આવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

TV9 Gujarati

 

ભાતના પાણીથી તૈયાર કરો ફેસ માસ્ક

ભાતના ઉકાળેલું પાણી ઠંડું થઈ જાય ત્યારબાદ પણ તમે કામમાં લઈ શકો છો. આ પાણીના ઉપયોગથી તમે રાઈસ વોટર ફેસ માસ્ક બનાવી શકો છો. જેનાથી તમારી ત્વચા વધુ ટાઈટ થઈ જશે અને ચહેરા પર કરચલીઓ નહીં રહે. ફેસ માસ્ક બનાવવા માટે તમે ભાતના પાણીને એક પેપર ટૉવેલમાં પલાળો. આ ટૉવેલને બહાર કાઢીને પોતાના ચહેરા પર માસ્કની જેમ મૂકી દો. આશરે અડધો કલાક આમ રાખ્યા બાદ તેને હટાવીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ટાઈટ થવા લાગશે અને વધુ ચમકદાર બનશે.

વાળ માટે પણ કરો ઉપયોગ

તમે ભાતના પાણીનો  ઉપયોગ વાળ માટે પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બની જશે. ભાતમાં ઈનૉસિટૉલ નામનું કાર્બોહાઈડ્રેટ મળી આવે છે જે આપણા વાળને મજબૂતી પ્રદાન કરે છે. તમે ભાતના પાણીનો ઉપયોગ શેમ્પૂ, કંડિશનરના રૂપમાં પણ કરી શકો છો. તમે ભાતના પાણીને પોતાના વાળ પર નાખીને તેનાથી માલિશ કરી, ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. તેના નિયમિત ઉપયોગથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બની જશે.

[yop_poll id=989]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article