
જ્યારે શરીરમાં પાણીની અછત વર્તાય છે ત્યારે ડી-હાઈડ્રેશનની સમસ્યા ઉભી થાય છે અને તેના લીધે શરીરમાં પરસેવો આવવાનું પણ બંધ થઈ જાય છે. ખાસ કરીને આપણે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ લૂ લાગવાથી તેઓ બેભાન થઈ ગયા પણ ખરેખર ક્યાં કારણે લૂ લાગે છે અને તેમાં ક્યું કારણ મુખ્ય રીતે જવાબદાર છે તે જાણીશું.
આ પણ વાંચો: જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?
ઉનાળાની ઋતુમાં ખાસ કરીને લૂ લાગવાના કિસ્સાઓ વધી જાય છે અને તેના લીધે હોસ્પિટલમાં પણ ધસારો વધે છે. લૂ લાગવાના લક્ષણોમાં વાત કરીએ તો શરીરમાં સતત ભારેપણું વર્તાય છે. આ ભારેપણું વર્તાવાનું કારણ એ છે કે આપણાં શરીરમાં લોહીનું પરિભ્રમણ જલદી થાય છે. શરીરમાં શ્વાસની પ્રક્રિયા વધી જાય છે એટલે કે હાંફ ચડે છે અને તેના લીધે આખું શરીર તૂંટી રહી હોય તેવું લાગે છે. અચાનક તાવ આવી જાય છે અને આંખોમાં બળતરા થવા લાગે છે એ પણ લૂ લાગવાના જ લક્ષણો ગણવામાં આવે છે.
લૂ લાગવાથી કેમ મોત નીપજે છે?
ઉનાળાની ઋતુમાં ખાસ કરીને એવા સમાચારો પણ મળતાં હોય છે લૂ લાગવાથી મોત થયું. જ્યારે લોકો ઘરની બહાર નીકળે ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય અને તેના લીધે જ શરીરના મહત્ત્વપૂર્ણ અંગો કામ કરવાનું બંધ કરી દે છે જેથી લોકોના લૂ લાગવાથી મોત નીપજવાની ઘટના બને છે.
શરીરનું તાપમાન સામાન્ય હોય ત્યારે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને જ્યારે તાપમાન વધારે હોય અને બહાર ફરવા જાવાનું થાય ત્યારે ડિહાઈડ્રેશન થવાની ઘટના બને છે. જ્યારે શરીરનું તાપમાન 42 ડિગ્રીથી વધારે થઈ જાય ત્યારે લોહી પણ ગરમ થવા લાગે છે અને તેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ક્યારેક બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઉભી થાય છે. આના કારણે જ શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને અંતે મોત નીપજે છે. આમ ઉનાળાની ઋતુમાં સારુ પાણી પીવું જોઈએ જેના લીધે શરીર ઠંડુ રહે અને લૂ લાગે નહીં. જો જરુર પણ ના હોય તો બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ. શરીરનૂી કાળજી રાખવામાં આવે તો લૂ લાગવાથી બચી શકાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]