જેના વગર તમને ચાલતું નથી એ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તમારા પર પાડી રહ્યા છે આ નકારાત્મક અસરો

|

Oct 29, 2020 | 6:01 PM

આજે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તે દરેક જગ્યાએ છે. તમારા ઘરના કામકાજને સરળ બનાવવામાં મદદ કરવાથી લઈને, દરેક જગ્યા પર કામ કરવામાં મદદ કરવા માટે ઈલેક્ટ્રીક ગેજેટ્સ હવે જરૂરિયાત બની ગયું છે. ઝડપથી ભાગતી દોડતી દુનિયામાં કે ગેજેટ્સની આવશ્યકતા છે. યુવા છોકરાઓ અને યુવતીઓથી લઈને વયસ્કો સુધી દરેક કોઈ પોતાના […]

જેના વગર તમને ચાલતું નથી એ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તમારા પર પાડી રહ્યા છે આ નકારાત્મક અસરો

Follow us on

આજે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તે દરેક જગ્યાએ છે. તમારા ઘરના કામકાજને સરળ બનાવવામાં મદદ કરવાથી લઈને, દરેક જગ્યા પર કામ કરવામાં મદદ કરવા માટે ઈલેક્ટ્રીક ગેજેટ્સ હવે જરૂરિયાત બની ગયું છે. ઝડપથી ભાગતી દોડતી દુનિયામાં કે ગેજેટ્સની આવશ્યકતા છે. યુવા છોકરાઓ અને યુવતીઓથી લઈને વયસ્કો સુધી દરેક કોઈ પોતાના જીવનને આસાન બનાવવા માટે વિવિધ ગેજેટ્સ, જેમ કે કમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ વગેરે પર નિર્ભર છે પણ દરેક વસ્તુના બે પક્ષ હોય છે, જ્યાં ગેજેટ્સના માધ્યમથી જિંદગી આસન થઈ છે તો તેના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ પડ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આધુનિક યુવાનો હવે મોબાઈલ તેમજ લેપટોપ વિના કલ્પના પણ કરી નથી શકતા. ગેજેટ્સ હવે તેમના જીવનનો ભાગ બની ચૂકયો છે. તણાવમાં હોય અથવા તો કોઈ વસ્તુને લઈને ચિંતિત હોય, તો આ વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જો તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો તો તેની આંખો પર અસર પડે છે. માથાનો દુખાવો, સુકી આંખો, તેમજ તેના સતત ઉપયોગથી ત્વચાને પણ નુકસાન થાય છે. જી હા, જો તમે ગેજેટ્સનો ઉપયોગ લાંબા સમય સુધી કરો છો તો તેની અસર તમારી ત્વચા પર પડે છે.

ત્વચા પર કે તેના ઉપયોગથી શું નકારાત્મક પ્રભાવ પડે છે ?

ચહેરા પર કરચલી, ત્વચામાં કોલેજન વધી જવું, જેને કારણે આંખો પર અસર થાય છે, ડાર્ક સર્કલ પડે છે. તમને એ જાણીને હેરાની થશે કે ટોઈલેટ સીટ કરતાં પણ સૌથી વધારે બેક્ટેરિયા તમારા ફોન પર હોય છે. જેટલી વાર ફોનની સ્ક્રીન તમારા ચહેરા સાથે સંપર્કમાં આવે છે, તેટલા વધારે સમય સુધી તમને ખીલ થવાની આશંકા રહેશે. ફોન પર પરસેવાને કારણે રોમછિદ્રો બંધ થઈ જાય છે, જેનાથી ખીલ અને ત્વચા પર છાલા પડી જાય છે જે નિશાન છોડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ વાતોનું રાખો ધ્યાન:

જો તમારે મોબાઈલ પર કંઈક વાંચવું છે તો તમે તેને ઝૂમ કરો અથવા તો લેપટોપ અથવા મોટી સ્ક્રીન પર મોબાઈલ કનેક્ટ કરીને જુઓ. સુવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા મોબાઈલનું નોટિફિકેશન, વાઈફાઈ અને સ્કીનને બંધ કરી દો. ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સનસ્ક્રીન લોશન ઘરની અંદર પણ લગાવો. ત્વચાને હેલ્ધી રાખવા માટે ઊંઘતા પહેલા રાત્રે સીરમ અથવા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. સૂવાના 1 કલાક પહેલા પોતાના ફોનને જોવાનું બંધ કરી દો અથવા ગેજેટ્સને સ્વીચ ઓફ કરીને પછી તમારી નાઈટ સ્કીન કેર રૂટિન પૂર્ણ કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article