
Health Tips: વોટર ફાસ્ટિંગ(water fasting) એક રીતનો ઉપવાસ છે.જે અંતર્ગત તમારે પાણી સિવાય કોઇ પણ ખાદ્ય અથવા તો પીણાંનું સેવન નથી કરવાનું. લોકડાઉન (lockdown) પછી વોટર ફાસ્ટ ડાયટ ખૂબ ટ્રેન્ડમાં(trend) આવી છે. મહિલાઓ અને પુરુષ આ ડાયટમાં ખાસ કરીને પોતાની દિનચર્યામાં સામેલ કરે છે. તે તમારા વજનને(weight) ઝડપથી ઘટાડી ને મેદસ્વીપણું ઓછુ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અને તે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ સારું છે.
તમને જણાવી દઈએ કે આ ઉપવાસમાં તમારે પાણી સિવાય બીજું કોઈ પણ ખાણીપીણી વસ્તુનું સેવન નથી કરવાનું.
શું છે વોટર ફાસ્ટિંગ ?
વોટર ફાસ્ટ ઉપવાસનો એક પ્રકાર છે. જેમાં તમારે થોડા સમય માટે પાણી સિવાય બીજા બધા જ ખાદ્ય અને પીણાં જેવા પદાર્થોથી દૂર રહેવાનું છે. એક્સપર્ટના અનુસાર સામાન્ય રીતે 24 થી 72 કલાક સુધી આ ઉપવાસ કરી શકાય છે. પરંતુ ઘણા ડોક્ટર તેના પક્ષમાં છે ત્યારે ઘણા એક્સપર્ટ તેના સપોર્ટમાં નથી. કારણ કે તેમાં હાર્ટ ડાયાબીટીસ અને કીડનીના રોગનો ખતરો વધી જાય છે. તેવામાં આવો જાણીએ કે તેના ફાયદા શું છે અને નુકસાન શું છે.
તેનાથી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. જો તમે ઝડપથી વજન ઓછું કરીને મેદસ્વીપણું ઓછુ કરવા માંગતા હો તો વોટર ફાસ્ટિંગ સૌથી કારગર ઉપાય છે. જે તમારા વજનને ઓછું કરીને શરીરના ફેટ ને દૂર કરે છે. આ દરમિયાન તમારે બધા જ ખાદ્ય પદાર્થોથી દુરી રાખવી પડશે. પાણીમાં રહેલા હાઇડ્રેશન કમ્પોનન્ટ વજનને ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે. પરંતુ તેને તમે 24 કલાક કરતાં વધારે કરશો નહીં. તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
વોટર ફાસ્ટિંગ ડાયાબિટીસના ખતરાને ઓછું કરીને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વોટર ફાસ્ટિંગ હૃદયની બીમારીથી છુટકારો અપાવવા અને તેના સંક્રમણથી દૂર રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ ઓછી કરે છે. કેન્સર જેવી બીમારીઓથી પણ દૂર રાખે છે. પરંતુ ધ્યાન રહે તેમાં એક્સપર્ટની સલાહ બાદ જ અમલમાં લેવાનું રાખો.
વોટર ફાસ્ટિંગ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. જેનાથી હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો ઓછો થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક સાબિત થાય છે. વોટર ફાસ્ટિંગ કરતી વખતે લોકો એક્સપર્ટની સલાહ નથી લેતા. તે ખોટું છે.
તમને જણાવીએ કે જો તમે પણ વોટર ફાસ્ટિંગનો વિચાર કરો છો તો તે કરતા પહેલા બે-ત્રણ દિવસ સારી રીતે ડાયટ લો. આ દરમિયાન તમારે ડાયટમાં પ્રોટીન અને ફાઇબર યુક્ત આહારનો સમાવેશ કરો. ધ્યાન રાખજો કે બે કે ત્રણ દિવસ કરતાં વધારે ઉપવાસ ન કરો નહીં તો તે તમારા સ્વાસ્થ્યને નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે.
જો તમે જાણકારી વગર આ ફાસ્ટ કરશો તો તે ઇલેક્ટ્રોલાઇટ લેવલ અને સોડિયમની કમીને કારણે અચાનક બ્લડપ્રેશરમાં ઘટાડો થઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી આ ફાસ્ટ રાખો છો તો સુગર લેવલમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે તેમ જ ઉલ્ટી ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે.
વોટર ફાસ્ટિંગ ડીહાઇડ્રેશનનું કારણ બની શકે છે.જેથી તેને થોડા સમય માટે જ કરો. 18થી ઓછી ઉંમર વાળા અને 70 કરતા વધારે ઉંમર ધરાવતાં લોકો ભૂલીને પણ વોટર ફાસ્ટ ન કરે. જો તમે તમારી હાઈટના હિસાબે અન્ડરવેઇટ છો તો ભૂલથી પણ વોટર ફાસ્ટ ન રાખો. ગર્ભવતી મહિલાઓએ પણ વોટર ફાસ્ટ નહિ રાખવું જોઈએ કારણ કે તેમની સાથે બાળકોનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)