Health Tips : હાલ કોરોનાની (corona) બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની સૌથી વધુ અસર ફેફસા પર થાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનની કમી આવે છે. કોરોના સંક્રમિત લોકોએ તેના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જોઈએ. શરીરના દરેક ભાગમાં લોહી દ્વારા ઓક્સિજન પહોંચે છે. જો તમારા શરીરમાં લોહીનું લોહીની ઉણપ આવે તો શરીરના વિવિધ ભાગોને પ્રભાવિત કરે છે.
ડાયેટમાં એવી વસ્તુઓને સામેલ કરો જે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારશે. તમે તમારા આહારમાં આયર્ન, કોપર, વિટામિન, કોપર, ફોલિક એસિડનો સમાવેશ કરી શકો છો. આ પોષક તત્વો લોહીમાં ઓક્સિજન વધારવામાં મદદ કરે છે. ડાયેટમાં કઈ ચીજોનો સમાવેશ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે.
કેળા(banana)
કેળામાં પુષ્કળ આલ્કલાઇનમાં મળી આવે છે. કેળામાં પુષ્કળ ફાઇબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા ખાવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે.
બ્લૂબેરી અને સ્ટ્રોબેરી(Blueberry )
બ્લડમાં ઓક્સિજનનું લેવલ વધારવા માટે બ્લુબેરીને સામેલ કરો. બ્લૂબેરીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન ઇ, સી ભરપૂર માત્રામાં છે. આ બધા પોષક તત્વો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરીમાં રાયબોફ્લેવિન, વિટામિન સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે લોહીમાં ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે.
કીવી(kiwi)
કીવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. જે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેથી આ સમયે ડોકટરો લોકોને કીવી ખાવાની સલાહ આપી રહ્યા છે.
પપૈયું (papaya)
પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, બી, સી જેવા પોષક તત્વો ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે. પપૈયા તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
પાઈનેપલ( Pineapple)
પાઈનેપલમાં વિટામિન બી, ફોલેટ, થાઇમિન જેવા પોષક તત્વોથી ભરપુર છે જે ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે. આ સિવાય શરીરને બીજા પણ ઘણા ફાયદા છે.
નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.