Health Tips : હિંગ (Asofoetida) આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હિંગને આયુર્વેદમાં ઔષધિની રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. હિંગને સામાન્ય રીતે ભોજન બનાવવામાં સ્વાદ માટે વાપરવામાં આવે છે. હિંગના ઉપયોગથી તમે ઘણી સ્વાસ્થ્ય સંબંધી તકલીફોથી પણ દૂર રહી શકો છો.
હિંગમાં પાચનના ગુણો રહેલા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયરન, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી વાયરલ ગુણો છે. એટલું જ નહીં હીંગનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓમાં પણ કરવામાં આવે છે.
આવો જાણીએ હિંગના ફાયદા.
1).તે પાચન માટે શ્રેષ્ઠ છે. હિંગમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે અપચો અને ગેસની સમસ્યાથી છુટકારો અપાવે છે. હિંગથી પેટના દુખાવામાં પણ રાહત મળે છે. હીંગનો ઉપયોગ તમે ભોજન બનાવવામાં અથવા પાણીમાં નાંખીને પણ કરી શકો છો.
2). હીંગનો ઉપયોગ શરદી ખાંસી થી છુટકારો મેળવવા પણ કરી શકો છો. જો તમને કફ અને શરદીની ફરિયાદ છે તો તમે હિંગનું પાણી છાતી પર લગાવો અથવા મધ સાથે હીંગનો ઉપયોગ કરો.
3).હિંગમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોવાથી તેનાથી તમને શ્વાસ સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમને શરદી ખાંસીમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમે હીંગનો ઉપયોગ કરી શકો છો.
4) પિરિયડના દુખાવો, પેટમાં દુઃખાવો અને સોજાની તકલીફ દૂર કરવા હિંગના પાઉડરને ગરમ કરીને પાણી સાથે ઉપયોગ કરી શકો છો. કારણ કે તેમાં એન્ટી ઈંફ્લેમેટારી ગુણ રહેલા છે. તે સ્કિનની બળતરા માટે પણ કામ લાગે છે.
5). હિંગમાં કૉમેરિન નામનું તત્વ છે જેનાથી બ્લડપ્રેશરને કાબુ કરવામાં મદદ મળે છે. તે બ્લડ ફ્લોને પણ નિયમિત કરે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ હિંગ મદદ કરે છે. દાંતમાં જો દુઃખાવો થતો હોય ત્યારે પણ હીંગનો ઉપયોગ કરી શકાય છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)