ગુસ્સો નથી કરી શકતા કંટ્રોલ? અપનાવો એન્ગર મેનેજમેન્ટની આ ટિપ્સ

ઘણીવાર જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે તો તેની આસપાસનો માહોલ પણ પ્રભાવિત થઈ જાય છે. તેવામાં જો તમને ગુસ્સો આવતો હોય તો એકાંતમાં જતા રહેવું જોઈએ અને એ સમસ્યા વિશે વિચારવું જોઈએ કે કઈ વાત છે જેનાથી તમને ગુસ્સો આવે છે? શું તે યોગ્ય છે ? જો હા તો તેનો […]

ગુસ્સો નથી કરી શકતા કંટ્રોલ? અપનાવો એન્ગર મેનેજમેન્ટની આ ટિપ્સ
| Edited By: | Updated on: Oct 20, 2020 | 6:03 PM

ઘણીવાર જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે તો તેની આસપાસનો માહોલ પણ પ્રભાવિત થઈ જાય છે. તેવામાં જો તમને ગુસ્સો આવતો હોય તો એકાંતમાં જતા રહેવું જોઈએ અને એ સમસ્યા વિશે વિચારવું જોઈએ કે કઈ વાત છે જેનાથી તમને ગુસ્સો આવે છે? શું તે યોગ્ય છે ? જો હા તો તેનો સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા તમારા ગુસ્સાને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરો. અમે તમને જે ઉપાયો બતાવી રહ્યા છે, તે તમારા ગુસ્સાને થોડી સેકન્ડમાં છુમંતર કરી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો તમને કોઈ વ્યક્તિને વાત કરવાની રીત નથી પસંદ, તેના હાવભાવ નથી સારા લાગતા, તેના સ્વભાવ સારો નથી લાગતો તો ગુસ્સો શાંત કરવા માટે મેડિટેશન કરો, યોગા કરો. જેનાથી તમે રિલેક્સ રહેશો અને ગણતરીની સેકન્ડમાં જ તમારો ગુસ્સો એકદમ શાંત થઈ જશે. ગુસ્સો આવવા પર ગણતરી કરવાનું શરૂ કરો. તે ખૂબ જ કારગર ઉપાય છે, તેનાથી તમને શાંતિ મળશે અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બોલવા પહેલા જરૂર વિચારો, ગુસ્સામાં વ્યક્તિ હંમેશા એ શબ્દો વાપરે છે અને બોલે છે જે બીજાને લાગણી દુભાવે છે. પરંતુ તે એવા સમયે એ ભૂલી જાય છે કે પણ જ્યારે ગુસ્સાની અવસ્થા પુરી થઈ જાય છે. ત્યારે આ શબ્દો માટે તેમને ખરાબ લાગશે. શબ્દો પાછા લઈ નથી શકતા હતા, જેથી ગુસ્સામાં બોલતા પહેલા 10  વાર વિચારો.

આપણે જાણીએ છીએ તેમ ગુસ્સો એક સામાન્ય અને સ્વસ્થ લાગણી છે. પરંતુ તેને એક સકારાત્મક રીતે લેવો જરૂરી છે. અનિયંત્રિત ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને સંબંધને બંને પર ખરાબ પ્રભાવ કરી શકે છે. ગુસ્સો શબ્દ આવતાં જ માથા પર તણાવ આવવા લાગે છે પણ નહીં તો ગુસ્સો કરવાવાળા નહીં તો તેની સામેવાળા આ અવસ્થાથી ખુશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.