વજન ઘટાડાથી લઈને અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે Gulkand, જાણો તેના અઢળક ફાયદા

|

Feb 27, 2021 | 11:54 AM

સામાન્ય રીતે આપણે ગુલકંદ (Gulkand) વાળું પાન તો ખાતા હોય છીએ. ગુલાબની પાંખડીમાંથી બનતું ગુલકંદ ફક્ત મીઠાશ જ નથી આપતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે.

વજન ઘટાડાથી લઈને અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે Gulkand, જાણો તેના અઢળક ફાયદા
Gulkand

Follow us on

સામાન્ય રીતે આપણે ગુલકંદ (Gulkand) વાળું પાન તો ખાતા હોય છીએ. ગુલાબની પાંખડીમાંથી બનતું ગુલકંદ ફક્ત મીઠાશ જ નથી આપતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગુલકંદ ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે. ગુલકંદ તમારા હાર્ટ બીટને કંટ્રોલ કરે છે. આ સાથે જ આંતરડાના ઘાવને પણ દૂર કરે છે. આ તમારા શરીરને હાઈડ્રેટ કરે છે. ગરમીમાં ગુલકંદનું સેવન તમારા શરીર માટે ઘણું ફાયદેમંદ છે.

ગુલાબમાં લૈક્સેટિવ અને ડયુરેટિક ગુણ હોય છે. જે તમારા મેટાબોલિઝ્મને વધારે છે. જો તમારું મેટાબોલિઝ્મ વધે છે તો તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન જો કબજિયાતની તકલીફ રહેતી હોય તો ગુલકંદનું સેવન કરો. આ સાથે જ ગુલકંદનું સેવન તમારા ચહેરા પર ગ્લો પણ કરે છે. સનસ્ટ્રોકથી તમારે ચહેરાને પણ બચાવે છે. આ સિવાય શરીરને ઘણી બીમારીઓમાં ફાયદામંદ છે ગુલકંદ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ઉનાળાની ઋતુને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઉનાળામાં ગુલકંદ ઘણું ફાયદેમંદ છે. જે તમારા શરીરને ઠંડુ રાખે છે. આ સાથે જ તમારા સ્કિનમાં થતી સમસ્યાઓને પણ દૂર કરવામાં સહાયક થાય છે. ગુલકંદ ગરમીમાં સ્વાસ્થ્યનો ખજાનો છે. ગુલકંદનો ઉપયોગ તમે દૂધ અને પાણી સાથે કરી શકો છો. ગુલકંદમાં વિટામિન સી, ઈ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. જો તમે ઘરે ગુલકંદ બનાવવા માંગતા હોય તો આસાનીથી તૈયાર થઇ જાય છે.
આવો જાણીએ ઘર પર કેવી રીતે ગુલકંદ તૈયાર કરી શકાય.

ગુલકંદ બનાવવાની રીત
200 ગ્રામ: ગુલાબની પાંખડી
100 ગ્રામ: સાકરનો ભૂક્કો
1 ટી-સ્પૂન: વરિયાળીનો ભુક્કો
1 ટી-સ્પૂન: એલચીનો ભુક્કો

બનાવવાની રીત

પહેલા ગુલાબની પાંખડીઓ ધોઈને સાફ કરો અને પછી તેને કાચનાં વાસણમાં ઢાંકી દો. હવે આ બરણીમાં સાકર નાખો. આ પછી તેમાં એલચી અને વરિયાળી નાખો અને તેને 10 દિવસ તડકામાં રાખો. તેને અવારનવાર હલાવતા રહો. જ્યારે તમને લાગે કે હવે પાંખડીઓ ઓગળી ગઈ છે, તો સમજો કે તમારું ગુલકંદ સંપૂર્ણ તૈયાર છે. હવે તમે તેનું સેવન કરી શકો છો.

Next Article