HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન

|

Feb 02, 2021 | 6:32 PM

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે.

HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન

Follow us on

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે. અળસી ડાયાબિટીઝ, અસ્થમા, કેન્સર અને સંધિવા જેવી આરોગ્ય સમસ્યાઓના નિવારણમાં મદદગાર છે. અળસીના સેવનથી કોલેસ્ટરોલનું લેવલ ઘટાડીને વજન ઘટાડવાનું પણ નિયંત્રણ કરે છે, પરંતુ યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીના સંશોધનકારોના જણાવ્યા અનુસાર, અળસીનો વધુ પ્રમાણમાં વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, તમારે તેનો સમજી વિચારીને વપરાશ કરવો જોઈએ.

અળસીમાં ફાઇબર, ઓમેગા -3 ફૈટી એસિડ્સ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ ભરપુર હોય છે, પરંતુ તેના બીજમાં એવો પદાર્થ હોય છે સાયનાઇડ ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. સંશોધનકારોએ ચેતવણી આપી છે કે  વધુ  પડતા અળસીના સેવનથી મોટા પ્રમાણમાં સાયનાઇડ ઝેર થઈ શકે છે કારણ કે તેમાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ નામનું તત્વ હોય છે, જે તૂટવાથી સાયનાઇડ ગેસ ઉત્પન્ન થઇ જાય છે. જો અળસીના બીજનું સેવન પાવડર સ્વરૂપમાં કરવામાં આવે તો સાયનાઇડ ગેસ બનવાનો ખતરો વધી જાય છે.

અળસી પાવડરના સેવનથી માથાનો દુખાવો, ચીડ, શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કારણોસર સ્વીડન સરકારે એલર્ટ જારી કર્યું છે કે લોકો અળસીના પાવડરનું સેવન બિલકુલના કરો. આ ઉપરાંત, દરરોજ 25 ગ્રામ કરતા વધુ અળસીનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ સંશોધન એકદમ સાચું છે. અળસીનું સેવન કરવાની સાચી રીત એ છે કે દરરોજ એક ચમચી અળસીના બીજને પીસીને તે જ સમયે પાણી સાથે ખાઓ. અળસીના પાવડરને વધુ સમય સુધી સ્ટોક કરીને ના રાખો. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article