પોષકતત્વોથી ભરપૂર પાલક ખાવાથી શરીર બનશે તંદુરસ્ત

|

Oct 15, 2020 | 11:48 AM

પાલકમાં અસંખ્ય વિટામિન્સ, મિનરલ્સ અને બીજા ઘણા પોષકતત્વો રહેલા છે. તેને ખાવાથી ઘણા લાભો મળે છે અને ડોક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. પાલકને સલાડ ઉપરાંત કાચી પણ ખાઇ શકાય છે. અથવા તેનો શાક અને જ્યુસમાં પણ ઉપયોગ કરી શકાય છે. આંખના […]

પોષકતત્વોથી ભરપૂર પાલક ખાવાથી શરીર બનશે તંદુરસ્ત

Follow us on

પાલકમાં અસંખ્ય વિટામિન્સ, મિનરલ્સ અને બીજા ઘણા પોષકતત્વો રહેલા છે. તેને ખાવાથી ઘણા લાભો મળે છે અને ડોક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. પાલકને સલાડ ઉપરાંત કાચી પણ ખાઇ શકાય છે. અથવા તેનો શાક અને જ્યુસમાં પણ ઉપયોગ કરી શકાય છે.

આંખના રોગોમાં ડોકટર આપણને પાલક ખાવાની સલાહ આપે છે. પાલકમાં zeaxanthin અને lutein નામના તત્વ હોય છે, જે રંગ જોવાની શક્તિ વધારે છે. તે આપણને આંધળાપણાથી પણ બચાવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાલક બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેમાં ઉચ્ચ માત્રામાં નાઈટ્રેટ હોય છે જે ન તો બ્લડપ્રેશરને વધવા દે છે ન તો ઘટવા દે છે. તેનાથી હૃદય સંબંધિત બીમારીઓ નથી થતી.

પાલક ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં ગ્લુકોઝની માત્રા ઓછી કરે છે. તેના રહેલા એન્ટીઓક્સીડેન્ટ તણાવ સામે લડવામાં મદદ કરે છે.

પાલક સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર સામે લડવામાં ખૂબ મદદ કરે છે. સાથે જ દરેક વર્ગના લોકોને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. પાલકમાં કેલ્શિયમ હોવાથી હાડકા પણ મજબૂત થાય છે. ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી ઇમ્યુનિટી પણ કમજોર નથી થતી.

Next Article