
દાડમ ઔષધીય ગુણોથી ભરપૂર ફળ છે, જે તમારા શરીરમાં લોહીની કમીને પુરી કરીને કમજોરીને દૂર કરે છે. પણ શું તમે તેના સેવનનો સાચો સમય જાણો છો ? અમે તમને જણાવીએ દાડમ ખાવાના ફાયદા અને તેને ખાવાનો સાચો સમય.
દાડમ એક એવું ઔષધીય ફ્રુટ છે, જે અસંખ્ય બીમારીઓને મૂળથી ખતમ કરી શકે છે. એક દાડમ સો બીમારીઓમાં રામબાણ સાબિત થાય છે. દાડમમાં ફાઇબર, વિટામિન કે, સી, બી, આયર્ન, પોટેશિયમ, ઝીંક અને ઓમેગા 6, ફેટી એસિડ જેવા તત્વો આવેલા છે, જે તમને સ્વસ્થ રાખે છે. તે ફક્ત શરીર માટે નહીં પણ વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.
1). જો તમે રોજ દાડમનું સેવન કરો છો તો તમારૂ દિમાગ તેજ થાય છે. જે અલઝાઇમર્સ જેવી બિમારીથી પીડિત છે, તેમની યાદશક્તિમાં સુધારો થાય છે.
2). દાડમ ખાવાથી એનિમિયાની કમી દૂર થાય છે, લાલ રક્તકોશિકાઓ વધે છે, હિમોગ્લોબીનની માત્રા વધે છે. બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.
3). દાડમ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. બ્લડ સર્ક્યુલેશન સુધરવાથી બધા અંગો સુધી લોહી બરાબર પહોંચે છે.
4). તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. જે શરીરમાંથી વિષાક્ત પદાર્થને દૂર કરે છે. તે ઇમ્યુન સિસ્ટમ પણ સારી બનાવે છે. કેન્સર પીડિતો તેને રોજ ખાઈ શકે છે.
5). તેમાં રહેલા મિનરલ્સ, વિટામિન અને ફોલિક એસિડ ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલા બાળક માટે ખૂબ ઉપયોગી છે. તેમાં પોટેશિયમ હોવાથી ડિલિવરી દરમ્યાન થનારા દર્દને ઓછું કરે છે.
સવારે દાડમ ખાવાથી દિવસની સ્વસ્થ શરૂઆત થાય છે. તેનાથી શરીરને પૂરતી માત્રામાં ઉર્જા મળે છે. બપોરે દાડમ ખાવાથી પેટ ભરાયેલું રહેશે. 3 થી 5 વાગ્યા દરમ્યાન દાડમ ખાવાથી રાત સુધી પેટ ભરાયેલું રહેશે. રાત્રે ક્યારેય દાડમ નહિ ખાવું જોઈએ. કારણ કે રાત્રે આપણું મેટાબોલિઝમ ધીમું હોય છે. રાત્રે તે પચવામાં ભારે પડે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો