કોરોનાથી બચવા ઇમ્યુનિટી વધારવી જરૂરી છે પણ, જાણો કેમ ઈમ્યુનિટી બુસ્ટરનો ઓવરડોઝ પડી શકે છે ભારે?

|

Oct 07, 2020 | 6:49 PM

આજકાલ ફેમિલી ડોકટર પાસે આવતી સામાન્ય સમસ્યા છે ચક્કર આવવા, પેટમાં દુખાવો, ઝાડા ઉલટી અને ઉબકા આવવા. વાતાવરણમાં પણ રોજેરોજ પલટો આવી રહ્યો છે તો કેવા ખોરાક ખાવા તે પણ સવાલ લોકોને સતાવી રહ્યો છે. કોરોનાથી બચવા ઇમ્યુનિટી બુસ્ટર એક મોટો હથિયાર છે. લોકો આ કોરોનાકાળમાં ઇમ્યુનિટી બુસ્ટરની દવાઓ, ઉકાળો, તેમજ ઇમ્યુનિટી વધારતા અન્ય મસાલાઓનું […]

કોરોનાથી બચવા ઇમ્યુનિટી વધારવી જરૂરી છે પણ, જાણો કેમ ઈમ્યુનિટી બુસ્ટરનો ઓવરડોઝ પડી શકે છે ભારે?
https://tv9gujarati.in/corona-thi-bachv…-shake-che-bhare/

Follow us on

આજકાલ ફેમિલી ડોકટર પાસે આવતી સામાન્ય સમસ્યા છે ચક્કર આવવા, પેટમાં દુખાવો, ઝાડા ઉલટી અને ઉબકા આવવા. વાતાવરણમાં પણ રોજેરોજ પલટો આવી રહ્યો છે તો કેવા ખોરાક ખાવા તે પણ સવાલ લોકોને સતાવી રહ્યો છે.

કોરોનાથી બચવા ઇમ્યુનિટી બુસ્ટર એક મોટો હથિયાર છે. લોકો આ કોરોનાકાળમાં ઇમ્યુનિટી બુસ્ટરની દવાઓ, ઉકાળો, તેમજ ઇમ્યુનિટી વધારતા અન્ય મસાલાઓનું સેવન વધારે કરતા થઈ ગયા છે. જોકે ઇમ્યુનિટી બુસ્ટરનો ઓવરડોઝ મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. પેટનો દુઃખાવો, અલ્સર, કબજિયાત, હાર્ટ બર્નની સમસ્યા ઉભી થઇ શકે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ઇમ્યુનિટી ઓવરડોઝથી કેવી રીતે બચશો ?

ઉકાળાને લઈને પૂરતું ધ્યાન રાખો. ઉકાળો દિવસમાં એક જ વાર પીઓ. ચાની જેમ ઉકાળાને પીવાની જરૂર નથી. ગોળ, તજ, વરિયાળીની માત્રાનું ધ્યાન રાખો. ગરમ મસાલાનો વધુ પડતો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે.

વિટામિન સીની ગોળીઓનું વધુ પડતું સેવન ઝાડા, ઉલટી, માથાનો દુઃખાવો, જેવી સમસ્યાને નોતરી શકે છે. મહિલાઓ માટે રોજનું 70 mg પૂરતું છે જ્યારે પુરુષો માટે 90 mg ની માત્રા બરાબર છે. એ જ રીતે આયુર્વેદની દવાઓના પણ વધુ પડતા ઉપયોગને ટાળો. આંખ મીંચીને કરેલી દવા કે કોઈપણ વસ્તુનું સેવન મુશ્કેલી સર્જી શકે છે. ડોઝ ઉંમરના હિસાબે નક્કી થાય છે. દૂધમાં હળદરની માત્રા પણ પ્રમાણસર જ હોવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:40 am, Sat, 5 September 20

Next Article