Health Tips : ભાગ્યે જ કોઈ એવું હશે જેને વરસાદ ગમતો ન હોય. પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓના બીમાર પડવાનો ખતરો સૌથી વધારે રહ્યો છે. ચોમાસાની (monsoon) સીઝનમાં સૌથી વધારે બાળકો ચપેટમાં આવે છે. કારણ કે બાળકોની ઇમ્યુનિટી સૌથી ઓછી હોય છે. જેના કારણે બાળકોની ચિંતા થવી સ્વાભાવિક છે. આવો જાણીએ કે બાળકોનું ધ્યાન કેવી રીતે રાખી શકાય છે ?
સફાઈનું ધ્યાન રાખો
વરસાદની સીઝનમાં ભેજના કારણે મચ્છર, બેકેટરીયા સૌથી વધારે થાય છે. અને ગંદકી પાણી ભરાવાની સ્થિતિમાં રોગચાળો વકરવાની ભીતિ સૌથી વધારે રહેલી છે. જેથી ઘરના ફ્લોરને નિયમિત ફીનાઇલથી સાફ કરતા રહો. ઘરની અંદર બુટ ચપ્પલ ન રાખો. કુલર, કુંડાની પણ નિયમિત સફાઈ કરો.
બાળકોની ઇમ્યુનિટી મજબૂત રાખવા માટે તેમને વિટામિન સી યુક્ત ખોરાક વધુ ખવડાવો. જેથી સીઝનલ બીમારીથી તેમને બચાવી શકાય. મોસંબી, સંતરા, લીંબુ વગેરેનું સેવન વધારે કરાવો.
શક્ય હોય ત્યાં સુધી બાળકોને ઘરનું જ ભોજન કરાવો. બાળકોને જંક ફૂડ વધારે પસંદ પડે છે. પરંતુ તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત બહાર ખાણી પીણી વાળા હાઇજિનનું ધ્યાન પણ નથી રાખતા. ઉપરાંત ઘરનું વાસી ખોરાક પણ બાળકોને ખવડાવવા નહિ જોઈએ.
બાળકોનું આખું શરીર ઢંકાયેલું રહે તે રીતે તેને પુરા કપડાં પહેરાવો. સુતરાઉ કે ખાદી કપડાં પણ બાળકોને આરામદાયક રહી શકે છે. ડોકટર સાથે ચર્ચા કરીને જરૂરી દવાઓ ઘરમાં જ રાખો.