માતાઓ સાવધાન! માઇક્રોપ્લાસ્ટિક તમારા ભ્રૂણને કરી શકે છે નુક્શાન, જાણો શું છે કારણ

|

Dec 25, 2020 | 4:39 PM

પર્વતમાળાઓ હોય કે પછી આર્કટિકના સૌથી દૂરસ્થ વિસ્તાર, પ્લાસ્ટિકના કણો બધે જ મળી આવ્યા છે અને હવે પહેલી વખત ગર્ભમાં રહેલા બાળકના પ્લેસેંટા (ગર્ભનાળ)માં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યુ છે જે ખૂબ મોટો ચિંતાનો વિષય છે.  વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે માઇક્રોપ્લાસ્ટિકના કણો ઝેરના વાહક તરીકે કામ કરી શકે છે, તેમાં પેલેડિયમ, ક્રોમિયમ, કૈડમિયમ જેવા ઝેરીલા ધાતુ રહેલા […]

માતાઓ સાવધાન! માઇક્રોપ્લાસ્ટિક તમારા ભ્રૂણને કરી શકે છે નુક્શાન, જાણો શું છે કારણ

Follow us on

પર્વતમાળાઓ હોય કે પછી આર્કટિકના સૌથી દૂરસ્થ વિસ્તાર, પ્લાસ્ટિકના કણો બધે જ મળી આવ્યા છે અને હવે પહેલી વખત ગર્ભમાં રહેલા બાળકના પ્લેસેંટા (ગર્ભનાળ)માં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યુ છે જે ખૂબ મોટો ચિંતાનો વિષય છે.  વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે માઇક્રોપ્લાસ્ટિકના કણો ઝેરના વાહક તરીકે કામ કરી શકે છે, તેમાં પેલેડિયમ, ક્રોમિયમ, કૈડમિયમ જેવા ઝેરીલા ધાતુ રહેલા છે, લાંબા સમયે આ ઝેરી પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે, વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે માઇક્રોપ્લાસ્ટિક ભ્રૂણના વિકાસને પ્રભાવિત કરી શકે છે તેમજ બાળકની રોગ પ્રતિકારક શક્તિને ઓછી કરી છે.

રોમની ફેટબેનેફ્રાટેલી હોસ્પિટલ અને પોલિટેકનીકા ડેલ માર્શ યુનિવર્સિટી દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. 8 થી 40 વર્ષની 6 મહિલાઓના પ્લેસેંટાનુ નિરિક્ષણ કરતા 4 મહિલાઓમાંથી 5 થી 10 માઇક્રોન આકારના માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હતા, આ કણો વાદળી, લાલ, નારંગી અથવા ગુલાબી રંગના હતા અને પેકેજિંગ, પેઇન્ટ્સ અથવા કોસ્મેટિક્સ અને પર્સનલ કેરની પ્રોડ્ક્ટ્સમાંથી આવ્યા હોઈ શકે છે. આ સંશોધન Environment International Journalમાં પણ પ્રકાશિત થયો છે. અગાઉ, બ્લેક કાર્બન કણો માતાના શ્વાસ દ્વારા અજાત બાળક સુધી પહોંચે તેવા પુરાવા મળ્યાં હતાં.

Next Article