નવરાત્રી 2020માં લેટેસ્ટ ટ્રેન્ડમાં છે બોલ્ડ ચણિયાચોળી

|

Jan 19, 2021 | 12:30 PM

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષ જેવી ઉજવણી આ વર્ષે તો નહીં થાય પણ ગરબાના રસિકો ગરબા રમવાની તક તો શોધી જ લેશે. નવરાત્રી હોય એટલે ચણિયાચોળીની વાત ન કરીએ તો કેમ ચાલે ? આજના સમયમાં યુવતીઓ બોલ્ડ ચણિયા ચોળી વધુ પસંદ કરી રહ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

નવરાત્રી 2020માં લેટેસ્ટ ટ્રેન્ડમાં છે બોલ્ડ ચણિયાચોળી

Follow us on

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષ જેવી ઉજવણી આ વર્ષે તો નહીં થાય પણ ગરબાના રસિકો ગરબા રમવાની તક તો શોધી જ લેશે. નવરાત્રી હોય એટલે ચણિયાચોળીની વાત ન કરીએ તો કેમ ચાલે ? આજના સમયમાં યુવતીઓ બોલ્ડ ચણિયા ચોળી વધુ પસંદ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

1). અત્યારે નવરાત્રિના ચણિયાચોળીમાં હોલ્ટર નેક ચણિયાચોળી સૌથી વધારે ડિમાન્ડમાં છે. આ ચોળીમાં અલગ અલગ વર્ક અને કલર કોમ્બિનેશન ઉપલબ્ધ છે. ખાસ કરીને મિરર, આભલા અને ભરતકામ સૌથી વધારે ટ્રેન્ડમાં છે.

  

2). સ્લીવલેસ ચોળી અને પરંપરાગત ચણીયો કોઈપણ યુવતીને ગ્લેમરસ લુક આપે છે. આ ટોપ સાથે ટેટુ સારો લાગે છે. સ્લીવલેસ ટોપ પહેરતા પહેલા હાથની યોગ્ય માવજત જરૂરી છે. વેક્સિંગ અને ટોનિંગ કરેલા હાથ સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે.

3). ઘણીવાર ગરબે ઘુમતી વખતે દુપટ્ટો વચ્ચે આવતો હોય છે તેવામાં યોગ્ય ડિઝાઈનની ચણિયાચોળી સિવડાવવામાં આવે તો દુપટ્ટા વગર પણ તે સારી લાગે છે. જરૂરી છે કે તે આરામદાયક હોવી જોઈએ.

4). ચણિયાચોળી સાથે સ્ટાઈલિશ જેકેટનું કોમ્બિનેશન પણ ખૂબ ટ્રેન્ડમાં છે. આવા જેકેટ દુપટ્ટા વગરના ચણિયાચોળી પર વધારે સારા લાગે છે. આ જેકેટની ખાસિયત છે કે તેને કોઈપણ આઉટફિટ સાથે મિક્સ અને મેચ કરીને પહેરી શકાય છે. આવા જેકેટ પાતળો બાંધો ધરાવતી યુવતીઓને વધારે શોભે છે.

5). બેકલેસ ચણિયાચોળીની ફેશન તો એવરગ્રીન છે. બેકલેસ ચોળી સાથે ઘેરદાર ચણીયો રાખીને ગરબે ઘૂમીને તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.

Published On - 10:54 am, Thu, 15 October 20

Next Article