બ્લડસુગર વધી ગયું છે ? તો શરૂ કરી દો ઇલાયચીવાળી ચાનું સેવન અને જુઓ ફાયદા

કોઈ વાતને લઈને તમે સ્ટ્રેસમાં હોવ, મૂડ ખરાબ હોય અથવા થાકને ભગાવવું હોય તો દરેક સમસ્યાનું ભારતીય ઘરોમાં એક જ ઈલાજ છે અને તે છે ચા. ઘણા પરિવારોમાં ચા વિના લોકોની ઊંઘ નથી ઊડતી. પણ આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ખાણીપીણીના કારણે લોકોનું બ્લડસુગર વધી ગયું છે. ડાયાબીટીસનો ખતરો સૌથી વધારે જોવા મળી રહ્યો […]

બ્લડસુગર વધી ગયું છે ? તો શરૂ કરી દો ઇલાયચીવાળી ચાનું સેવન અને જુઓ ફાયદા
| Edited By: | Updated on: Oct 19, 2020 | 11:44 AM

કોઈ વાતને લઈને તમે સ્ટ્રેસમાં હોવ, મૂડ ખરાબ હોય અથવા થાકને ભગાવવું હોય તો દરેક સમસ્યાનું ભારતીય ઘરોમાં એક જ ઈલાજ છે અને તે છે ચા. ઘણા પરિવારોમાં ચા વિના લોકોની ઊંઘ નથી ઊડતી. પણ આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ખાણીપીણીના કારણે લોકોનું બ્લડસુગર વધી ગયું છે. ડાયાબીટીસનો ખતરો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. તેવામાં ઈલાયચી વાળી ચાનું સેવન ફાયદાકારક થઈ શકે છે.

ઇલાયચીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિબાયોટિક્સ હોય છે. આ તત્વ વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. રોજ એક ચમચી ઈલાયચી પાઉડર વાપરવાથી શરીરમાં ડાયાબિટીસની અસરને ઓછી કરી શકાય છે. તણાવ દૂર કરવા પણ ઈલાયચી લાભકારક છે. તેમાં એન્ટી ઇનફ્લેમેન્ટરી અને હાઈપોલિપિડેમીક ગુણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

1). પાણી ઉકાળીને તેમાં ઈલાયચી વાટીને નાંખો. સાથે જ ચાય પત્તી પણ નાંખો. સારી રીતે ઉકળી જાય તો તેમાં દૂધ ઉમેરો. ગેસ ઓછો કરો અને ચા ને સારી રીતે ઉકળવા દો. તમે ઇચ્છો તો તેમાં તુલસી અને આદુ પણ નાંખી શકો છો. મીઠાશ માટે સુગર ફ્રી નાંખી શકો છો.

2). એક કપ પાણી ઉકાળો. તેમાં બે ક્રશ કરેલી ઈલાયચી અને બે કાળી મરી સાથે તજનો એક નાનો ટુકડો નાંખો. હવે તેને ઉકાળો. દૂધ વગર પણ તેને પી શકાય છે. તમે ઇચ્છો તો દૂધ પણ નાખી શકો છો.

3). જો તમે બ્લેક ટી પીતાં હો તો તેમાં પણ ઈલાયચી વાટીને અથવા તેની છાલ નાંખી શકો છો. અન્ય જરૂરી મસાલા પણ નાખી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:42 am, Mon, 19 October 20