જો તમે પણ પેટની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? Copper ના વાસણમાં રાખેલું પાણી છે રામબાણ ઈલાજ

|

Mar 14, 2021 | 12:18 PM

આપણી આજુબાજુમાં ઘણા લોકો તાંબાના (Copper) વાસણમાં રાખેલું પાણી પીતા હોય છે. તાંબાના (Copper) વાસણમાં રાખેલું પાણી ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે.

જો તમે પણ પેટની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? Copper ના વાસણમાં રાખેલું પાણી છે રામબાણ ઈલાજ
Copper ના વાસણમાં રાખેલું પાણી છે રામબાણ ઈલાજ

Follow us on

આપણી આજુબાજુમાં ઘણા લોકો તાંબાના (Copper) વાસણમાં રાખેલું પાણી પીતા હોય છે. તાંબાના (Copper) વાસણમાં રાખેલું પાણી ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે. ખાસ તો સવારે ખાલી પેટે પાણી પીવાથી બહુ જ ફાયદેમંદ છે. તાંબામાં લાલ અને પીળા કલરનું મિશ્રણ હોય છે. બંનેના રંગ ગરમ પ્રકૃતિના હોય છે. તેથી આ વાસણમાં રાખેલું પાણી પણ ગરમ તાસીરનું માનવામાં આવે છે. આ પાણીને હૂંફાળું કરવાની જરૂરિયાત નથી. આ સિવાય તાંબાના વાસણમાં રાખેલું પાણી ઔષધિય ગુણથી ભરપૂર છે.

તાંબાના વાસણમાં રાખેલું પાણી પેટની સમસ્યા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જે લોકો ગેસ, અપચો જેવી પરેશાનીઓનો સામનો કરતો હોય છે તેને આ પાણી પરેશાનીઓથી છુટકારો મેળવવામાં કારગર નીવડે છે. આ પાણીમાં એ તમામ ગુણ હોય છે જે નુકસાનકારક બેક્ટેરિયાને દૂર કરે છે અને પેટનો દુખાવો અને ઇન્ફેક્શનને દૂર કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી આંતરડાની ગંદગીને સાફ કરે છે.

તાંબાનાં વાસણમાં રાખેલું પાણી ચાર્જડ પાણી ગણાય છે. જયારે કોઈ વસ્તુને ચાર્જ કરવામાં આવે છે તો તેને અર્થિગથી બચાવવા માટે જમીન ઉપર રાખવામાં નથી આવતી. આ જ નિયમ પણ આ માટે લાગુ પડે છે. તાંબાના વાસણને ક્યારેય જમીન પર રાખવામાં આવતું નથી, તે લાકડાના ટેબલ પર રાખવામાં આવે છે. આ પાણીને ચાર્જ કરવા અને તેનો સંપૂર્ણ લાભ લેવા માટે પાણીને 8 થી 10 કલાક સાફ તાંબાનાં વાસણમાં રાખવું જોઈએ. આનો ઉત્તમ ઉપાય એ છે કે, રાત્રે સુતા સમયે તાંબાનાં વાસણમાં પાણી રાખવું અને સવારે ખાલી પેટ પીવું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીતા પહેલા યાદ રાખો આ વાત.

* જો તમને અલ્સરની સમસ્યા એન એસીડીટી છે તો આ પાણી ના પીઓ. આ પાણી સમસ્યાને વધારી શકે છે.
* કિડની અથવા હાર્ટના દર્દીઓ ડોક્ટરની સલાહ લઈને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીએ.
* તાંબાના વાસણમાં દૂધ, દૂધથી બનેલી વસ્તુ અને ખાટી વસ્તુ ના રાખો. જેનાથી ફૂડ પોઇઝનિંગ થાય છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article