Bell Peppers benefit: લીલા, લાલ અને પીળા સિમલા મિર્ચ છે વિટામિનથી ભરપૂર, ઘણી બીમારીનો છે અકસીર ઈલાજ

|

Apr 05, 2021 | 4:59 PM

સિમલા મિર્ચ (Bell Peppers) એવા મરચા છે જેને આપણે કોઈ પણ રીતે ખાઈ શકીએ છીએ. સિમલા મિર્ચનો ઉપયોગ સલાડમાં ટમેટાની જેમ પણ કરી શકાય છે.

Bell Peppers benefit: લીલા, લાલ અને પીળા સિમલા મિર્ચ છે વિટામિનથી ભરપૂર, ઘણી બીમારીનો છે અકસીર ઈલાજ
સિમલા મિર્ચ

Follow us on

સિમલા મિર્ચ (Bell Peppers) એવા મરચા છે જેને આપણે કોઈ પણ રીતે ખાઈ શકીએ છીએ. સિમલા મિર્ચનો ઉપયોગ સલાડમાં ટમેટાની જેમ પણ કરી શકાય છે. સિમલા મિર્ચને શાકની જેમ પણ ખાઈ શકાય છે. સિમલા મિર્ચની બધી જ ઉંમરના લોકોને પસંદ આવે છે. સિમલા મિર્ચ સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદેમંદ છે. સિમલા મિર્ચના ન્યૂટ્રિશિયન વેલ્યુની વાત કરવામાં આવે તો તેમાં 92 ટકા પાણી અને 8 ટકા પ્રોટીન અને ફેટ હોય છે. આટલું જ નહીં સિમલા મિર્ચમાં વિટામિન સી, વિટામિન બી 6, વિટામિન કે1, પોટેશિયમ, વિટામિન ઈ, વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. સિમલા મિર્ચમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે સ્વસ્થ શરીર માટે બેહદ જરૂરી છે.

આવો જાણીએ સિમલા મિર્ચના ફાયદા

આયર્નની કમીને દૂર કરે
જો તમે એનિમિયાનો શિકાર છો અને શરીરમાં લોહીનો અભાવ છે. તો કેપ્સિકમ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. કેપ્સિકમ આયર્નનો સારો સ્રોત છે અને તેમાં વિટામિન સી પણ ભરપુર છે. ખાસ કરીને લાલ કેપ્સિકમ આયર્ન અને વિટામિન સીનો ઉત્તમ સ્રોત છે. સિમલા મિર્ચના નિયમિત સેવનથી શરીરમાં અન્ય ખોરાક કરતા વિટામિન સારા પ્રમાણમાં મળે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આંખ માટે છે ફાયદાકારક
સિમલા મિર્ચમાં વિટામિન એ અને કેરોટિનોઇડ્સમાં પણ સમૃદ્ધ ભરપૂર હોય છે. આ સિવાય તેમાં રહેલા લ્યુટિન અને જૈક્સથીન તમારી આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે. તે તમારા રેટિનાને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરે છે અને આંખના રોગો, મોતિયા અને અંધત્વનું જોખમ પણ ઘટાડે છે.

હાડકા થાય છે મજબૂત
જો આપણે દરરોજ કેપ્સિકમનો ઉપયોગ કરીએ, તો પછી શરીરમાં 6 ટકા મેંગેનીઝનો સપ્લાય થાય છે જે ઝીંક અને કોપરની સાથે હાડકાને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, વિટામિન સી અને કેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે.

ત્વચા માટે ફાયદાકારક
કેપ્સિકમમાં રહેલ વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે ત્વચાને યુવાન અને સ્વસ્થ બનાવે છે. ઘણી વખત થાકની અસર, તાણની અસર ત્વચા પર દેખાવા લાગે છે અને ત્વચા પર સુકાઈ જાય છે. આ સ્થિતિમાં વિટામિન સી ત્વચા માટે બેહદ ફાયદાકારક છે. આ સ્થિતિમાં સિમલા મિર્ચ દરેક કિસ્સામાં ત્વચા માટે ફાયદાકારક છે.

વેરીકોઝ વેન્સ પર કંટ્રોલ
કેપ્સિકમમાં એન્ટીઓક્સીડ્ન્ટ, એન્ટિમ્યુટેજેનિક અને ઇમ્યુનો-સપ્રેસન્ટ્સ ઉપરાંત કેપ્સિયમ નામના સક્રિય તત્વ હોય છે જે નવી અતિશય ફૂલેલી નસોની રચનાને રોકવામાં પણ મદદ કરે છે. તમને જણાવી દઈએ કે, વેરીકોઝ વેસ ફૂલેલી નસોને કહેવામાં આવે છે જે ઘણી વખત વય સાથે આપણા પગ, હાથ અથવા ચહેરા પર જોવા મળે છે.

પેટને રાખે છે સ્વસ્થ
સિમલા મિર્ચના ફાઇબરમાં ભરપૂર હોય છે જે આંતરડાના આરોગ્યને જાળવવામાં અને ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ ડિસઓર્ડરને રોકવામાં મદદગાર છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article