બાળકો માટે ઉત્તમ પોષણયુક્ત આહાર એટલે મગની દાળ, વાંચો મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ?

મગની દાળ મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે અને લોકોને તે ખાવાની પસંદ હોય છે. આમ તો બધી જ દાળમાં પૌષ્ટિક તત્વો હોય છે, પરંતુ અમે બતાવીએ કે મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ? મગની દાળ માં ભારે માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. સાથે જ તેને ખાવાથી વિટામીન સી, કાર્બસ અને […]

બાળકો માટે ઉત્તમ પોષણયુક્ત આહાર એટલે મગની દાળ, વાંચો મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ?
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:34 PM

મગની દાળ મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે અને લોકોને તે ખાવાની પસંદ હોય છે. આમ તો બધી જ દાળમાં પૌષ્ટિક તત્વો હોય છે, પરંતુ અમે બતાવીએ કે મગની દાળ ખાવાથી તમને કયા ફાયદા થશે ?

મગની દાળ માં ભારે માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. સાથે જ તેને ખાવાથી વિટામીન સી, કાર્બસ અને ડાયટરી ફાઇબર પણ મળે છે.

મગની દાળ ખાવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે. અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

મગની દાળનું પાણી પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. અને તમે એનર્જેટિક પણ ફિલ કરી શકો છો.

મગની દાળનું પાણી નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાળકો તેને આસાનીથી પચાવી શકે છે. તે બાળકોમાં રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે.

જો કોઈને ડાયેરીયાની સમસ્યા થઈ ગઈ હોય તો તેમને એક વાટકી મગની દાળનું પાણી પીવડાવો. તેનાથી શરીરમાં પાણીની કમી પણ પૂરી થશે અને ડાયરિયા રોકવામાં પણ મદદ મળશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:38 pm, Sat, 31 October 20