
શરીરમાં જો ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદય સંબંધિત કેટલીક બીમારીઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલને ખતરનાક માનવામાં આવે છે. તેના વધવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. વાસ્તવમાં ખાવાની સાથે આપણે જે ચરબીયુક્ત ખોરાક લઈએ છે તે પરિવર્તિત થઈને આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે આપણે ઓછી માત્રામાં ચરબીયુક્ત સેવન કરવું જોઈએ.
તે ઉપરાંત ખાવાની આદતોમાં પણ સુધાર કરીને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ થી છુટકારો મેળવી શકીએ છીએ. તમે તમારા ખોરાકમાં આ પદાર્થોનો સમાવેશ કરીને ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો.
દાળ
દાળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે સૌથી સારું ફાઇબર દાળમાં જોવા મળે છે. દાળમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનીજ તત્વો જોવા મળે છે. જે હૃદયને હેલ્ધી રાખે છે, અડદ દાળ અને મગની દાળ જેવી દાળ ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
ઓટ્સ
ઓટ્સ પણ શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ સ્તરને નિયંત્રિત કરે છે. ઓટ્સમાં રહેલા ફાઈબર,પ્રોટિન શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને હૃદયની માંસપેશીઓ મજબૂત બનાવે છે.
ચાય
નિયમિત ચા પીવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા માટે ગ્રીન ટી અને બ્લેક ટી પીવી જોઈએ. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો