ખાધા પછી જો આ 5 આદતોમાંથી 1 પણ આદત તમારી હોય તો ટૂંક સમયમાં તમારે ખાવા પડી શકે છે ડૉક્ટરના ધક્કા!

|

Feb 12, 2019 | 12:32 PM

જો તમારાં મનમાં એવું હોય કે ખાવાનું ખાધા પછી તરત જ પોષણ મળી ગયું તો તમને જણાવી દઈએ કે આવું કશું જ હોતું નથી. જ્યાં સુધી ભોજનની તમામ વસ્તુઓનું પાચન નથી થતું ત્યાં સુધી પોષણ શરીરને બરોબર મળતું નથી. ખાવાનું ખાય લીધા પછી અમુક લોકોને વિવિધ આદતો હોય છે જેના લીધે પોષણયુક્ત ભોજનના પાચન પર […]

ખાધા પછી જો આ 5 આદતોમાંથી 1 પણ આદત તમારી હોય તો ટૂંક સમયમાં તમારે ખાવા પડી શકે છે ડૉક્ટરના ધક્કા!

Follow us on

જો તમારાં મનમાં એવું હોય કે ખાવાનું ખાધા પછી તરત જ પોષણ મળી ગયું તો તમને જણાવી દઈએ કે આવું કશું જ હોતું નથી. જ્યાં સુધી ભોજનની તમામ વસ્તુઓનું પાચન નથી થતું ત્યાં સુધી પોષણ શરીરને બરોબર મળતું નથી.

ખાવાનું ખાય લીધા પછી અમુક લોકોને વિવિધ આદતો હોય છે જેના લીધે પોષણયુક્ત ભોજનના પાચન પર અસર પડે છે. આમ ખાવાનું ખાયને જો આ અમુક આદતોને કાબૂમાં ન કરવામાં આવે તો તેની અસર શરીરમાં થતી નથી અને યોગ્ય પોષકતત્ત્વો શરીરને મળતાં નથી.

1. સિગરેટ પીવી

ખાવાનું ખાઈને તરત સીગરેટ પીવાની આદત હોય તે ખતરનાક છે કારણ કે આ આદતથી સીધી જ અસર આપણાં શરીરમાં પાચનના કામમાં મદદરુપ આંતરડા પર થાય છે. આમ સીગરેટ પીવાથી કેન્સરનો ભય વધે છે અને ખાવાનું ખાધા પછી આ સીગરેટ પીવાના લીધે પાચનક્રિયામાં પણ અડચણ ઉભી થાય છે.

2. ચા પીવી

જાણવામાં આવી રહ્યું છે કે જે ચાના પાંદડાઓમાં અમુક પ્રકારનો એસિડ હોય છે જેના લીધે તરત જ ચા પીવાથી પાચનક્રિયામાં તકલીફ ઉભી થઈ શકે છે. સાચી રીતે ખાવાનું ખાધા પછી તરત જ તો ચાનું સેવન ના જ કરવું જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

3. ફળનું સેવન


કહેવાય છે કે ફળો તો આપણાં શરીર માટે ફાયદાકારક છે અને ફળ ખાવાથી આપણાં શરીરમાં શું નુકસાન થઈ શકે? જો ખાવાનું ખાધા પછી અમુક પ્રકારના ફળ-ફળાદી ખાવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

TV9 Gujarati

 

4. ઉંઘ લેવી


ખાઈને તરત જ લોકો પોતાની પથારીમાં પડી જતાં હોય છે પણ તારણ એમ કહે છે જો ખાધા પછી તરત જ ઉંઘ લેવામાં આવે તો તેના લીધે પેટના આંતરડાઓમાં સંક્રમણ અને ગેસ થવાની શક્યતા રહેલી છે.

5. નહાવું


નહાવાથી તકલીફ ન હોઈ શકે પણ તારણ મુજબ જમવાનું લીધા પછી તરત જ જો નાહવામાં આવે તો તેના લીધે શરીરમાં જે પાચનરસ ઉત્પન્ન થાય છે તેમાં ઘટાડો થઈ જાય છે. આમ તરત જ ખાધા પછી નાહવામાં આવે તો પાચનક્રિયા ધીમી પડી શકે છે. આમ આ પાંચ આદતો પર કાબૂ ન રાખવામાં આવે તો ડૉક્ટરને ટૂંક સમયમાં મળવું પડે તો નવાઈ નહીં.

[yop_poll id=1357]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article