આ શોખ આદત બની જાય તે પહેલાં બદલી નાખવા છે જરૂરી, વાંચો અહેવાલ

|

Oct 20, 2020 | 11:30 PM

કેટલીક ખરાબ આદતો આપણા પર ખૂબ જ હાનિકારક પ્રભાવ નાખે છે. જ્યારે આપણે આ જ શોખ ઉપર નજર કરીશું તો જાણી શકીશું કે આપણે આપણી જિંદગીને શું આપી રહ્યા છે. આવો નજર કરીએ કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે આદતોનો શિકાર બની ગયા છો? ઉંમરના પહેલાં પડાવ એટલે કે બાળપણથી શરૂ કરીએ.     […]

આ શોખ આદત બની જાય તે પહેલાં બદલી નાખવા છે જરૂરી, વાંચો અહેવાલ

Follow us on

કેટલીક ખરાબ આદતો આપણા પર ખૂબ જ હાનિકારક પ્રભાવ નાખે છે. જ્યારે આપણે આ જ શોખ ઉપર નજર કરીશું તો જાણી શકીશું કે આપણે આપણી જિંદગીને શું આપી રહ્યા છે. આવો નજર કરીએ કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે આદતોનો શિકાર બની ગયા છો? ઉંમરના પહેલાં પડાવ એટલે કે બાળપણથી શરૂ કરીએ.

   

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચોકલેટ

બાળપણમાં દરેક વ્યક્તિ ચોકલેટ અને બિસ્કિટ જેવી વસ્તુ ખાય છે. પરંતુ માત્ર ચોકલેટ ખાવાથી નાની ઉંમરથી જ દાંત ખરાબ થવાથી લઈને ભોજનમાં રુચિ ન થવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. જેથી બાળકોની આ આદત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

બર્ગર પિઝા

બાળકોથી લઈને સ્કૂલ કોલેજ સ્ટુડન્ટ્સ માટે પિઝા અને બર્ગરનું સેવન સૌથી વધારે જોવા મળે છે. પરંતુ આખરે એક આદતમાં પરિવર્તિત થઈ જાય છે. ક્યારેક ક્યારેક અથવા તો અમુક મહિનામાં એકવાર પીઝા બર્ગર ખાવું યોગ્ય છે પણ રોજિંદા તેનું સેવન શરીર અને પાચનતંત્ર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. જ્યારે પણ પીઝા બર્ગર ખાવા જાવ છો તો સાથે પાણીની જગ્યાએ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોઈએ છે, જે ક્યારેય આરોગ્ય માટે યોગ્ય રહેતા નથી. પરંતુ તેના કારણે ઓબેસિટી અથવા તો લીવરની સમસ્યા થઈ શકે છે.

ધુમ્રપાન :

જેમ ઉંમર વધે છે તેમ તેમ આદતોમાં બદલાવ આવે છે, તેવામાં કેટલીકવાર સિગારેટ, દારૂ,પાન, ગુટકા જેવા શરૂઆતના શોખ પછી તે આદતમાં બદલાઈ જાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બામ અથવા વિક્સનો પ્રયોગ

કેટલાક લોકોની આદત હોય છે. વગર શરદી અથવા માથાના દુખાવા ન હોવા છતાં પણ ઉપયોગ કરે છે. કેટલાક લોકોને રોજ સૂતા પહેલા તેને માથા પર લગાવવાની આદત હોય છે. જેના પાછળ તેમનો તર્ક હોય છે કે તે એવું કરવાથી ઊંઘ સારી આવે છે. પરંતુ વાસ્તવમાં તે તમારી આદત છે જે તમને ઊંઘવા માટે વિક્સ પર નિર્ભર બનાવે છે.

ચા અથવા કોફી :

થાક વધારે લાગવાના કારણે અથવા તો સારી ઋતુ જોઈને ચા અથવા કોફી પીવી અલગ વાત છે પણ જો તમે તેને વગર ના ચાલતા તેનું વધારે સેવન શરૂ કરી દો છો તો આ શોખ તમારા માટે યોગ્ય નથી. ચા અને કોફીનું અતિ માત્રામાં સેવન ભૂખને મારી નાખે છે અને તેના કારણે ભોજનનું પાચન યોગ્ય રીતે થઈ શકતું નથી. જેના કારણે ડાયાબિટીસ અને પેટ સંબંધિત રોગો થવાની સંભાવના છે.

અથાણાનું સેવન

ભોજનની સાથે હંમેશા અથાણું ખાવું હાનિકારક સાબિત થઈ શકે છે. અથાણા જેવી વસ્તુઓનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે ભોજનનો સ્વાદ વધારવાનો હોય અથવા તો ભોજન અરુચિકર લાગતું હોય. દરેક મોસમમાં રોજ તેને ખાવું એસિડિટીને વધારે છે અને જો અથાણા બજારમાંથી ખરીદવામાં આવ્યા હોય તો તેમાં સિરકા, સાઈટ્રિક એસિડ વગેરે હોય છે. જેનું વધારે પડતું સેવન ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વધારે પડતી વરિયાળી ખાવી :

તેમાં કોઈ શક નથી કે વરિયાળીના ઘણા ફાયદા છે અને લોકોને તેનો સ્વાદ પણ ખૂબ પસંદ હોય છે. પરંતુ જો તમને આખો દિવસ વરિયાળી ખાવાની આદત પડી ગઈ હોય તો તે આદત આયુર્વેદના અનુસાર તમને વારંવાર પેશાબ થવા જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article