આ 10 ફાયદા જાણીને તમે રોજ ખજૂર ખાવાનું શરૂ કરી દેશો, વાંચો આ અહેવાલ

|

Oct 19, 2020 | 7:36 PM

ખજૂર એવા પૌષ્ટિક ગુણોનો ખજાનો છે, જેને કોઈપણ મોસમમાં ખાવું આરોગ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ એ તો તેનુ રોજીંદુ સેવન કરવું જરૂરી છે. આવો જાણીએ કે ખજૂરને ડાયટમાં સમાવેશ કરવાથી આરોગ્યને કયા 10 ઉત્તમ ફાયદા થાય છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

આ 10 ફાયદા જાણીને તમે રોજ ખજૂર ખાવાનું શરૂ કરી દેશો, વાંચો આ અહેવાલ

Follow us on

ખજૂર એવા પૌષ્ટિક ગુણોનો ખજાનો છે, જેને કોઈપણ મોસમમાં ખાવું આરોગ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ એ તો તેનુ રોજીંદુ સેવન કરવું જરૂરી છે. આવો જાણીએ કે ખજૂરને ડાયટમાં સમાવેશ કરવાથી આરોગ્યને કયા 10 ઉત્તમ ફાયદા થાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). અસંખ્ય રીતના એમિનો એસિડથી ભરપૂર ખજૂર ફાઈબર્સનો ખજાનો છે. જે ફક્ત તમારી આરોગ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ તમારા પાચનતંત્રને પણ મજબૂત કરીને તેને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

2). તેમાં જોવા મળતા પોટેશિયમ ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને ડાયેરિયા જેવી સમસ્યા થવા પર ખજૂરનો ઉપયોગ કરવો એક શ્રેષ્ઠ સાબિત થાય છે.

3).ગર્ભવતી મહિલાઓમાં એનિમિયા થવા પર તે કારગર સાબિત થાય છે. તેમાં કેલ્શિયમની સાથે સાથે આર્યન પણ ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને શરીરને જરૂરી ઊર્જા પણ આપે છે.

4). મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, વિટામિન બી5, વિટામિન બી3 અને સેલેનિયમથી ભરપૂર હોવાને કારણે તે હાડકા અને દાંત મજબૂત બનાવવામાં મદદ કરે છે અને આંતરડાના સંક્રમણથી બચાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

5). સાંધામાં દુખાવાની સમસ્યામાં રોજ થોડી માત્રામાં ખજૂર ખાવાથી લાભ થાય છે, તેનાથી કેલ્શિયમની કમી પૂરી કરવામાં મદદ મળે છે.

6). કબજીયાતની સમસ્યામાં પણ ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે ખજૂરને આખી રાત પલાળી રાખો અને સવારે ઊઠીને તેને ખાઓ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે, જે કબજીયાતથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

7). હ્રદય અને મગજ બંને માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા વિટામિન મિનરલ્સ અને અન્ય પોષક તત્વો કોશિકાઓને સ્વસ્થ રાખવાની સાથે મગજને પણ સક્રિય રાખે છે અને હૃદયની બીમારીનો ખતરો ઓછો કરે છે.

8). ખજૂરમાં કુદરતી સર્કરા હોય છે, જે ગ્લુકોઝ, ફ્રુકટોઝ અને સુક્રોઝના રૂપમાં હોય છે, તે શરીરમાં એનર્જી સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે.

9). આંખો માટે પણ ખજૂર ખૂબ સારું માનવામાં આવે છે. તેમાં વિટામિન એ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જોકે રતાંધળાપણું અને આંખોની અન્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

10). સેક્સ્યુઅલ સ્ટેમીના વધારવા માટે પણ ખજૂરનો ઉપયોગ સારો હોય છે. ખજૂરને રાત્રી દરમિયાન બકરીના દૂધમાં પલાળીને સવારે વાટીને તેમાં થોડું મધ અને ઈલાયચી મેળવીને સેવન કરવાથી સેક્સ સંબંધિત સમસ્યાઓમાં લાભ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 7:27 pm, Mon, 19 October 20

Next Article