પેટ સંબંધિત બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એક ચપટી હિંગ

ઘર પર બનનારી લગભગ બધી જ રસોઈમાં આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. પણ હિંગના ફાયદા વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ અને તેના વિશે વાતો પણ ઘણી ઓછી કરીએ છીએ. ફેરુલા નામના હર્બમાંથી નીકળતા ચિકણા પદાર્થને સૂકવીને તેને પાઉડર બનાવવામાં આવે છે તેને હિંગ કહેવાય છે. જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. Facebook પર તમામ મહત્વના […]

પેટ સંબંધિત બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એક ચપટી હિંગ
| Edited By: | Updated on: Oct 15, 2020 | 10:27 AM

ઘર પર બનનારી લગભગ બધી જ રસોઈમાં આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. પણ હિંગના ફાયદા વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ અને તેના વિશે વાતો પણ ઘણી ઓછી કરીએ છીએ. ફેરુલા નામના હર્બમાંથી નીકળતા ચિકણા પદાર્થને સૂકવીને તેને પાઉડર બનાવવામાં આવે છે તેને હિંગ કહેવાય છે. જેનો આપણે ઉપયોગ કરીએ છીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોજ ખાવામાં તમે ફક્ત એક ચપટી હિંગનો ઉપયોગ પણ કરો તો પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. હિંગમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇનફ્લેમેન્ટરી તત્વો હોય છે. હિંગ અસ્થમાથી લઈને સામાન્ય શરદી ખાંસી અને બીજી શ્વાસની બીમારીઓ માટે પણ ફાયદાકારક છે.

હિંગ અસંખ્ય પોષકતત્વોથી ભરપૂર હોય છે જેમકે કેલ્શિયમ, ફાઇબર, ફોસ્ફરસ, આયર્ન અને કોમ્પલેક્ષ કાર્બ. ગર્ભવતી મહિલાઓને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. નાના બાળકો માટે પણ તે અનુકૂળ છે. પેટના દુઃખાવા માટે તેને પાણીમાં ભેળવીને પીવડાવવામાં આવે છે અથવા તેને નાભિ પર લગાવવામાં આવે છે.

હિંગને કઢી કે દાળમાં નાંખવા સિવાય પણ તમે હિંગનું પાણી પી શકો છો. બસ એક ગ્લાસ પાણીમાં ચપટી હિંગ નાંખીને તેને ઉકાળવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. હિંગની પેસ્ટ બનાવીને તેને ખીલ, રેશીસ અને ચહેરા પર પડેલા ધબ્બા દૂર કરવા માટે પણ કરી શકાય છે.