
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણી ઘટી જવાની ઘટના બને છે. ઘણી વખત તો ઓછું પાણી પીવાથી ચક્કર પણ આવી જાય છે. લૂ લાગે નહીં તે માટે શરીરને એનર્જીની જરુર પડે છે તેમાં નારિયેલ પાણી એ કારગર ઉપાય છે.
ઉનાળામાં નારિયેલ પાણી પીવાના અનેક ફાયદાઓ છે. ખાસ કરીને વારંવાર તરસ છીપાવવા માટે જે નોર્મલ પાણી પીવું પડે છે તેની રાહત પણ નારિયેલ પાણી પીવાથી થાય છે. નારિયેલ પાણીએ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
નારિયેલ પાણી પીવાથી ક્યાં ફાયદાઓ થાય?
1. વજન ઘટાડવામાં મદદરુપ
શરીરમાં વજન વધારો આજે મોટી સમસ્યા છે. જેના લીધે અનેક બિમારીઓ પણ ફેલાઈ જાય છે અને ચરબીની માત્રા વધી જવાથી હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. નારિયલે પાણીમાં કેલરી ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
2. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો
નારિયેલ પાણીમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે. જેના લીધે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમ શરીરમાં ઈન્ફેક્શન જેવી બિમારીઓથી ખાસ્સી રાહત નારિયેલ પાણી આપી શકે છે.
3. હાઈ-બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક
જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે તેમના માટે નારિયેલ પાણી ખૂબ જ ઉપયોગી છે. નારિયેલ પાણી પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. નારિયલે પાણીમાં વિટામીન-સી, મેગ્નેશીયમ અને પોટેશિયમ હોવાથી તે બ્લડ પ્રેશરને કાબૂ કરવામાં મદદ કરે છે.
4. ચામડી માટે ફાયદાકારક
નારિયેલ પાણી આરોગ્ય માટે તો સારુ છે જે પણ જે લોકો ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માગે છે તેમને નારિયેલ પાણીથી મોઢું ધોઈને રાત્રે સુવુ જોઈએ. જેના લીધે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે અને ચામડી પણ સુંદર બનશે.
5. કિડની
નારિયેલ પાણીમાં એવા તત્ત્વો છે જેમ કે મિનરલ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ એ કિડનીની સમસ્યાઓને દૂર કરવામાં ખાસ ઉપયોગી છે. આમ ઉનાળામાં નારિયેલ પાણી શરીરમાં ખાસ ઉર્જા આપે છે અને તે બિલકુલ નેચરલ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:13 am, Wed, 15 May 19