10માંથી 6 નવજાત બાળક થાય છે કમળાના શિકાર, જાણો શું છે કારણ

|

Oct 19, 2020 | 11:30 PM

કમળો લીવરની એક બીમારી છે, જેમાં આંખ અને ત્વચા પીળી પડી જાય છે. આ બીમારી નાના બાળકોમાં અને નવજાત શિશુઓમાં સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના બાળકો જન્મથી જ કમળાથી પીડિત હોય છે પણ તેમાં ગભરાવવાની જરૂર નથી. બે અઠવાડિયાની અંદર કમળો તેની જાતે જ સારો થઈ જાય છે. નવજાત બાળકોમાં કમળો થવો એ સામાન્ય […]

10માંથી 6 નવજાત બાળક થાય છે કમળાના શિકાર, જાણો શું છે કારણ
ફાઈલ ફોટો

Follow us on

કમળો લીવરની એક બીમારી છે, જેમાં આંખ અને ત્વચા પીળી પડી જાય છે. આ બીમારી નાના બાળકોમાં અને નવજાત શિશુઓમાં સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના બાળકો જન્મથી જ કમળાથી પીડિત હોય છે પણ તેમાં ગભરાવવાની જરૂર નથી. બે અઠવાડિયાની અંદર કમળો તેની જાતે જ સારો થઈ જાય છે. નવજાત બાળકોમાં કમળો થવો એ સામાન્ય વાત છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર 10માંથી 6 બાળકોને કમળો થાય છે, પણ 20માંથી ફક્ત 1 જ બાળકને તેના ઈલાજની જરૂર પડે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવજાત બાળકોમાં કમળાના કારણ :

અવિકસિત લીવર આપણા લોહીમાંથી બીલીરુબિનને સાફ કરવાનું કામ કરે છે પણ નવજાત શિશુઓમાં લીવર યોગ્ય રીતે વિકસિત નથી હોતું, જેથી બીલીરુબિનને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં મુશ્કેલી થાય છે. જ્યારે નવજાત બાળકના લોહીમાં આ તત્વની માત્રા વધી જાય છે. ત્યારે તેને કમળો થઈ જાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

કમળાના લક્ષણ:

તેનું પહેલું લક્ષણ એ છે કે શરીરમાં પીળાશ દેખાવા લાગવી. બાળકનો ચહેરો કમળાના કારણે પીળો દેખાવા લાગે છે. પછી એના છાતી, પેટ, હાથ અને પગમાં પણ પીળાશ દેખાવા લાગે છે. આંખોનો સફેદ ભાગ પણ પીળો દેખાય છે. જો બાળક કમજોર દેખાય, તેને ઝાડા ઉલટી થાય, 100 ડીગ્રી કરતા વધારે તાવ આવે, પીળા રંગનો પેશાબ થાય તો તે કમળાના લક્ષણ છે.

કમળાનો ઈલાજ:

જો બાળકમાં કમળાના લક્ષણ દેખાય તો જરા પણ મોડું ન કરો. બાળરોગ નિષ્ણાંતની સલાહ લો. ડોકટર તપાસ પછી યોગ્ય દવા આપે છે. બાળકના લોહીની તપાસ થાય છે, જેમાં બીલીરુબિન અને લાલ રક્ત કણનું લેવલ ચકાસવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article