
રાજકોટને 17મા ઠાકોર સાહેબ મળવા જઈ રહ્યા છે. રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે. તેઓની રાજકોટ રાજ્ય પરિવારના 17મા રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી 27થી 30 જાન્યુઆરીના દિવસે સંપન્ન થશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ થશે. 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશના અન્ય રાજ્યોના રજવાડાં અને ગુજરાતના રાજવી પરિવાર તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે ભવ્ય રાજ્યાભિષેક. આ સમારોહ 4 દિવસ સુધી ચાલશે. રાજકોટ રાજ્યના ઇતિહાસમાં કે પૂરા ભારત દેશમાં પણ આ પ્રકારે રાજતિલક વિધિ ક્યારેય યોજાઇ નથી. સવા ચારસો વર્ષનો ઇતિહાસ ધરાવતાં રાજકોટ રાજ્યનો જાડેજા પરિવાર આ ઉત્સવ ધર્મની આજ્ઞા અનુસાર ઉજવવા જઇ રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો