ખેડા આરોગ્ય વિભાગની બેદરકારીથી, ડાકોરમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય

|

Jul 17, 2020 | 5:59 AM

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. કોરોનાનો ટેસ્ટ કરાવનાર યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા, આરોગ્ય વિભાગે આ યુવાનને ઘરે મોકલી આપ્યો હતો. ડાકોરના માળીવાળા ખાચામાં રહેતા યુવકને કોરોનાના લક્ષણ દેખાતા હતા. આથી તેણે ખેડા આરોગ્ય વિભાગમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ માટેના નમૂના લઈને આરોગ્ય વિભાગે યુવકને ઘરે મોકલી આપ્યો. સ્વાભાવિક છે કે કોરોનાના લક્ષણો […]

ખેડા આરોગ્ય વિભાગની બેદરકારીથી, ડાકોરમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય

Follow us on

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. કોરોનાનો ટેસ્ટ કરાવનાર યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા, આરોગ્ય વિભાગે આ યુવાનને ઘરે મોકલી આપ્યો હતો. ડાકોરના માળીવાળા ખાચામાં રહેતા યુવકને કોરોનાના લક્ષણ દેખાતા હતા. આથી તેણે ખેડા આરોગ્ય વિભાગમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ માટેના નમૂના લઈને આરોગ્ય વિભાગે યુવકને ઘરે મોકલી આપ્યો. સ્વાભાવિક છે કે કોરોનાના લક્ષણો ધરાવનાર વ્યક્તિનો રિપોર્ટ ના આવે ત્યા સુધી તેને કોરોન્ટાઈન કરવામાં આવે છે. પણ આ યુવકને કોઈ જ સુચના આપ્યા વિના ધરે મોકલી આવ્યો અને હવે જ્યારે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યારે આ યુવકને કારણે અન્યોને પણ સંક્રમણ ફેલાવાની ભિતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાઈ છે. જુઓ વિડીયો.

Next Article