Video: 20રૂ.ના ખર્ચે બનાવો પાકને નુકશાન કરતી જીવાતોના નાશ માટે સ્ટીકી ટ્રેપ

જે ખેડૂતો ઓછી જમીનમાં ખેતી કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે તેમના માટે જીવાતોના નિયંત્રણ માટે સરળ અને સસ્તી પધ્ધતિ છે સ્ટિકી ટ્રેપ. આ પધ્ધતિ એકદમ સરળ અને સસ્તી છે. સ્ટિકી ટ્રેપ મોટા ભાગે પીળા રંગની હોય છે જેનાથી જીવાતો તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જીવાતો પાક પર હુમલો કરે છે ત્યારે આ […]

Video: 20રૂ.ના ખર્ચે બનાવો પાકને નુકશાન કરતી જીવાતોના નાશ માટે સ્ટીકી ટ્રેપ
| Updated on: Jun 15, 2019 | 6:09 AM

જે ખેડૂતો ઓછી જમીનમાં ખેતી કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે તેમના માટે જીવાતોના નિયંત્રણ માટે સરળ અને સસ્તી પધ્ધતિ છે સ્ટિકી ટ્રેપ. આ પધ્ધતિ એકદમ સરળ અને સસ્તી છે. સ્ટિકી ટ્રેપ મોટા ભાગે પીળા રંગની હોય છે જેનાથી જીવાતો તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જીવાતો પાક પર હુમલો કરે છે ત્યારે આ શીટનાં ચીકણાશવાળા ભાગ પર જીવાતો ચોંટી જાય છે અને મૃત્યુ પામે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્ટિકી ટ્રેપ બજારમાં 40 થી 100 રૂપિયામાં તૈયાર મળે છે જે ખેડૂતમિત્રો ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકે છે. આ ઉપરાંત તેને ઘેર બેઠા પણ એકદમ નજીવા ખર્ચે બનાવી શકાય છે. આ ટ્રેપ લગાવ્યા બાદ તેના પર ચોંટેલી જીવાતોને સાફ કરી ફરી ગ્રીસ લગાવી આ સ્ટિકી ટ્રેપનો ફરીવાર પણ ઉપયોગ કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 5:56 am, Sat, 15 June 19