
અમદાવાદ રણુજ વચ્ચેની રેલ્વે લાઈનના બ્રોડગેજના ચાલતા કામકાજથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. મહેસાણાના ઘાનપુર પાસે રેલ્વેના મીટરગેજના બ્રોડગેજમાં ફેરવવાના કામકાજ માટે બનાવેલા પાળા ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. ચોમાસામાં વરસાદ વરસતા રેલ્વે બ્રોડગેજ માટે બનાવેલા માટીના પાળામાંથી માટી ખેતરોમાં ઘસી આવે છે. અને ઊભા પાકને નુકસાન પહોચાડે છે. રેલ્વે લાઈન બ્રોડગેજનું કામકાજ કરતા કોન્ટ્રાક્ટરે ખેતરો અને રેલ્વે સાઈટ વચ્ચે કાચો પાળો બાંધી આડશ માટે કહ્યું હતું. પરંતુ હજુ સુધી આડશ નહી બનાવતા આ સમસ્યા સર્જાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:07 am, Fri, 7 August 20