ગુજરાત સરકારમાં કયો વિભાગ છે સૌથી વધુ ભષ્ટ્ર? ACBએ કર્યો મોટો ખુલાસો, જુઓ VIDEO

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર હવે જાણે પર્યાય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. પૈસા આપો કામ કરાવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે એન્ટી કરપ્શન બ્યૂરોના (ACB) 2 વર્ષના આંકડા ચોંકવનારા છે. જેમાં રાજ્યના મહત્વના ખાતાઓ પણ બાકાત નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

ગુજરાત સરકારમાં કયો વિભાગ છે સૌથી વધુ ભષ્ટ્ર? ACBએ કર્યો મોટો ખુલાસો, જુઓ VIDEO
| Updated on: Aug 18, 2019 | 5:07 AM

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર હવે જાણે પર્યાય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. પૈસા આપો કામ કરાવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે એન્ટી કરપ્શન બ્યૂરોના (ACB) 2 વર્ષના આંકડા ચોંકવનારા છે. જેમાં રાજ્યના મહત્વના ખાતાઓ પણ બાકાત નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મોભાદાર સરકારી હોદો હોય તગડો પગાર હોય અને રહેવા બંગલો હોય. અઢળક મિલકત હોય, આમ છતા કેટલાક અધિકારીઓ ટેબલ નીચેથી કટકી કરતા રહે છે. કેટલીક સરકારી કચેરીઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે. જેમના માથે રાજ્યની સુરક્ષાની જવાબદારી છે તે વિભાગ એટલે ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે. આ ચોંકાવનારો ખુલાસો અન્ય કોઈએ નહીં પરંતુ લાંચ રૂસ્વત ખાતાએ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભ્રષ્ટ સિસ્ટમને સુધારવા રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. છતા લાંચિયા અધિકારીઓના કારણે સિસ્ટમમાં કોઇ સુધારો નથી થઇ રહ્યો. ચાલુ વર્ષે માત્ર 8 મહિનામાં જ રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે અલગ-અલગ 27 વિભાગમાં કાર્યવાહી કરી અત્યાર સુધીમાં ક્લાસ-1થી માંડી ક્લાસ-4 અને ખાનગી વ્યક્તિ સહિત કુલ 281 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

[yop_poll id=”1″]