કોરોનાના વધતા કેસ અટકાવવા, ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ કરવું કે નહી, તેની કાલે મળનારી કેબિનેટની બેઠકમાં કરાશે ચર્ચા

|

Jul 14, 2020 | 8:01 AM

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ચિતાતુર બનેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્ય સિચવ અનિલ મૂકીમ સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને કોરોનાને કાબુમાં લેવા માટે થઈ રહેલ કામગીરી અને હવે પછી કરવી પડે તેવી કાર્યવાહી બાબતે ચર્ચાઓ કરી હતી. સૂત્રોના કહેવા મુજબ મુખ્યપ્રધાને કન્ટેનમેન્ટ ઝોનમાં કડકાઈથી નિતી નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે. […]

કોરોનાના વધતા કેસ અટકાવવા, ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ કરવું કે નહી, તેની કાલે મળનારી કેબિનેટની બેઠકમાં કરાશે ચર્ચા

Follow us on

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ચિતાતુર બનેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્ય સિચવ અનિલ મૂકીમ સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને કોરોનાને કાબુમાં લેવા માટે થઈ રહેલ કામગીરી અને હવે પછી કરવી પડે તેવી કાર્યવાહી બાબતે ચર્ચાઓ કરી હતી. સૂત્રોના કહેવા મુજબ મુખ્યપ્રધાને કન્ટેનમેન્ટ ઝોનમાં કડકાઈથી નિતી નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે. કન્ટેનમેન્ટ ઝોન બાબતે ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. અને તેમના સુચનોને ધ્યાને રાખીને આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં અનલોક 02માં આંશિક લોકડાઉન અમલમાં લાવવું કે નહી તેની ચર્ચા કરાશે.

Next Article