આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની શરૂઆત, પ્રતિ 20 કિલોએ ઘઉંના ટેકાના ભાવ 395 રૂપિયા

|

Mar 16, 2021 | 2:09 PM

રાજ્યમાં આજથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ થયો છે. ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા 31 મે સુધી ચાલશે.

રાજ્યમાં આજથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ થયો છે. ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા 31 મે સુધી ચાલશે. જેમાં ખેડૂતો ટેકાના ભાવે ઘઉંનો ઉપયોગ પણ કરી શકે તે માટે 8 માર્ચથી પુરવઠા નિગમના ગોડાઉનમાં કેન્દ્રો અને ગ્રામ પંચાયતમાં VCE મારફતે શરૂ કરાયેલી નોંધણી પક્રિયા તારીખ 31 માર્ચ સુધી ચાલશે.

પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1975 અને પ્રતિ મણ રૂપિયા 395ના ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરાશે. રાજ્ય સરકારે લઘુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન 2021 અંતર્ગત 16 માર્ચથી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવવાની છે.

Next Video