પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની કેટલીક વિશેષ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી

|

Oct 02, 2021 | 7:04 PM

આ ટ્રેનોનું પરિચાલન હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને આ ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થશે, ત્યારે આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત થઈ જશે.

પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની કેટલીક વિશેષ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી
IRCTCT STOCK SPLIT

Follow us on

AHMEDABAD : પેસેન્જરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું પરિચાલન હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને આ ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થશે, ત્યારે આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત થઈ જશે –

1) ટ્રેન નંબર 09211 અમદાવાદ-અજમેર સ્પેશિયલ ટ્રેન
2) ટ્રેન નંબર 09212 અજમેર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન
3) ટ્રેન નંબર 09405 ગાંધીધામ-પાલનપુર સ્પેશિયલ ટ્રેન
4) ટ્રેન નંબર 09404 પાલનપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન
5) ટ્રેન નંબર 09335 ગાંધીધામ-ઇન્દોર સ્પેશિયલ ટ્રેન
6) ટ્રેન નંબર 09336 ઇન્દોર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

પેસેન્જરો સ્પેશિયલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોને બોર્ડિંગ, મુસાફરી અને મુસાફરી દરમિયાન COVID-19 ના સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા વિનંતી છે.

Next Article