VIDEO: સુરતમાં ખાડા મુદ્દે તંત્ર એક્શમાં, મ્યુનિ. કમિશનરે વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત

સુરતમાં આ ચોમાસામાં વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. એ ખાડી પૂરની વાત હોય કે પછી રસ્તા પર પડેલા ભ્રષ્ટાચારના ખાડાની. કોરોનાને નાથવા વ્યસ્ત હોવાના બહાના હેઠળ કોર્પોરેશનના તંત્રને આ વખતે પ્રિંમોન્સૂન કામગીરી જ નથી કરી. જેનું પરિણામ આજે સુરતની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. જોકે ખાડાયુક્ત રસ્તાઓને લઈ અનેક અહેવાલો રજૂ કર્યા બાદ […]

VIDEO: સુરતમાં ખાડા મુદ્દે તંત્ર એક્શમાં, મ્યુનિ. કમિશનરે વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત
| Updated on: Sep 03, 2020 | 8:05 AM

સુરતમાં આ ચોમાસામાં વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. એ ખાડી પૂરની વાત હોય કે પછી રસ્તા પર પડેલા ભ્રષ્ટાચારના ખાડાની. કોરોનાને નાથવા વ્યસ્ત હોવાના બહાના હેઠળ કોર્પોરેશનના તંત્રને આ વખતે પ્રિંમોન્સૂન કામગીરી જ નથી કરી. જેનું પરિણામ આજે સુરતની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. જોકે ખાડાયુક્ત રસ્તાઓને લઈ અનેક અહેવાલો રજૂ કર્યા બાદ આખરે સુરતનું તંત્ર જાગ્યુંછે.

આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુરતના રસ્તાઓની કામગીરી જોવા રાઉન્ડ લીધો હતો. તેમણે પાલિકા તંત્રનો બચાવ કરતા દાવો કર્યો કે આ રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે નહિ પણ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ધોવાયા છે. હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સાત દિવસમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો