આવતીકાલ રાત સુધી દરિયામાં 3.5 મિટર ઊંચાં મોજાં ઉછળશે, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

|

Jan 22, 2022 | 5:44 PM

ગુજરાતના દરિયાકાંઠા માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર તેમજ મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ સુધીના માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે.

આવતીકાલ રાત સુધી દરિયામાં 3.5 મિટર ઊંચાં મોજાં ઉછળશે, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Gujarat fishermen Warning (symbolic image)

Follow us on

ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા આગાહી કરવામાં આવી છે કે 21-01-2022 ના રોજ 23:30 કલાકથી 23-01-2022 ના 23:30 કલાક દરમિયાન જખૌથી ગુજરાતના દરિયા (sea) કાંઠાના દીવ સુધીના દરિયાકાંઠે 3.0 – 3.5 મીટરની રેન્જમાં ઊંચા મોજાં (Waves) ઉછળવાની સંભાવના છે.

ગુજરાતના દરિયાકાંઠા (જાળ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર) તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ સુધીના માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે કે 22મી જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેથી માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. 23મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી 2022 સુધી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે કોઈ ચેતવણી (Warning) નથી.

ખુલ્લા સમુદ્ર અને અન્ય વિસ્તારોમાં માછીમારો (fishermen) માટે પણ ચેતવણી આપવામાં આવી છે કે 22મી જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર  (Arabian Sea) પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. 23મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી 2022 સુધી ખુલ્લા સમુદ્ર અને અન્ય વિસ્તારો માટે માછીમારો માટે કોઈ ચેતવણી નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચોઃ ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી

આ પણ વાંચોઃ રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની આગાહી, બે દિવસ બાદ ઠંડીનો પ્રકોપ વધશે

Published On - 5:27 pm, Sat, 22 January 22

Next Article