પાણીનો પોકાર, ઉનાળાના પ્રારંભે જ 92 ગામને પાણી પહોચાડતા ડેમના દેખાઈ રહ્યા છે તળીયા

|

Mar 07, 2021 | 7:34 AM

બનાસકાંઠાના (Banaskantha) ઘાનેરા અને દાંતીવાડા વિસ્તારના ગામને પીવાનું પાણી Water પહોચાડતા સીપુ ડેમના Sipu Dam તળીયા દેખાઈ રહ્યા છે. ઉનાળા પહેલા જ ડેમમાં પાણી ના રહેતા, બનાસકાંઠામાં આગામી સમય વિકટ હોવાનો અણસાર આવી રહ્યો છે.

હજુ તો ઉનાળાની શરુઆત થઈ રહી છે ત્યાંજ ઉતર ગુજરાતના બનાસકાંઠામાંથી (Banaskantha) પીવાના પાણીની Water  સમસ્યા સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના 92 ગામને પીવાનું પાણી પૂરુ પાડતા સીપી ડેમના Sipu Dam તળીયા દેખાઈ રહ્યાં છે.  આ ઉનાળામાં દાતીવાડા અને ધાનેરા પંથકના 92 ગામના રહીશોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે. સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાંથી પાણી મેળવતા ગામના નાગરિકોની માગ છે કે, સરકારે સત્વરે નિર્ણય લઈને પીવાના પાણીની આગોતરા વ્યવસ્થા કરવી જોઈએ.

 

Next Video