દાદરાનગર હવેલીમાં Water ambulance service દર્દીઓ માટે આશીર્વાદરૂપ

|

Jan 20, 2021 | 8:52 AM

દાદરાનગર હવેલીમાં શરૂ થયેલી Water ambulance service લોકો માટે આશીર્વાદરૂપ સાબીત થઈ. આ સેવાથી અનેક લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી છે.

દાદરાનગર હવેલીમાં શરૂ થયેલી Water ambulance service લોકો માટે આશીર્વાદરૂપ સાબીત થઈ છે. આ સેવા શરૂ થતા જ અનેક લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી છે. સંઘ પ્રદેશ પાસે અનેક ગામો એવા છે જેમને મોટી હોસ્પિટલમાં સારવાર લેવા માટે કલાકોનું અંતર પહેલા કાપવું પડતું હતું. જોકે વૉટર એમ્બ્યુલન્સ સેવા શરૂ થતા જ અનેક લોકોના જીવનમાં થનાર મોટી હોનારતો ટળી છે. આ વાતનો સ્વિકાર ખૂદ ગ્રામજનો પણ કરી રહ્યા છે.

 

 

આદીવાસી વિસ્તારના ભાઈ બહેનોને પહેલા હોસ્પિટલ પહોંચવા માટે 50 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું.જોકે વૉટર એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળતા જ દર્દી તેમજ દર્દીના પરિવારજનો માત્ર 15 મિનિટમાં ઘરેથી હોસ્પિટલ પહોંચી જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે ઈમરજન્સી કેસમાં બોટ સેવાનો ગણતરીની મિનિટોમાં જ લાભ મળે છે. નાના મોટા કેસમાં વૉટર બોટની અંદર જ સારવાર આપી દેવામાં આવે છે. આ બોટમાં એક મીની ICUની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. જેમાં એક ડૉક્ટર પણ હરહંમેશ હાજર રહે છે. જે દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર આપી બેઠા કરે કરે છે.

Next Video