શનિ દેવને પ્રસન્ન કરવા છે? તો કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી

મનુષ્યો દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ કાર્ય શનિ દેવથી અજાણ રહતું નથી. શનિ દેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુખ દર્દો દૂર થાય છે.

શનિ દેવને પ્રસન્ન કરવા છે? તો કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી
શ્રી શનિદેવ
| Edited By: | Updated on: Jan 09, 2021 | 3:01 PM

હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા એવા શનિદેવને સમર્પિત છે. શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરવાનું એક વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જે પણ મનુષ્યો તેમના જીવન કાળમાં જેવુ કર્મ કરે છે શનિદેવ તેને તેવુ જ ફળ આપે છે. મનુષ્યો દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ કાર્ય શનિ દેવથી અજાણ રહતું નથી. શનિ દેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુ:ખ દર્દો દૂર થાય છે. પૂરા વિધિ વિધાનથી શનિ દેવની પૂજા અર્ચના કરવામાં આવે તો શનિ દેવની કૃપા બની રહે છે અને વ્યક્તિની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને તમામ માનોકામના પૂરી થાય છે. કહેવાય છે કે, શનિદેવના ક્રોધથી બચવું જોઈએ અન્યથા વ્યક્તિ પર કેટલાય દોષ લાગી શકે છે.

 

શનિ દેવની પૂજાનુ છે વિશેષ મહત્વ:
મનુષ્યો દ્વારા જાણ્યે-અજાણ્યે થતી તમામ ભૂલોનો હિસાબ શનિ દેવ પાસે હોય છે. શાસ્ત્રોમાં શનિ દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. શનિવારના દિવસે જો શનિ દેવની પૂજા કરવામાં આવે તો ગ્રહોની સ્થિતિમાં પણ સુધાર આવે છે અને સાથે સાથે શનિ દેવની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે.

ગરીબોને કરો દાન:
જે લોકો શનિવારે મંદિરમાં ન જઇ શકે તેઓ ગરીબોને સરસવના તેલનું દાન કરી શકે છે. જે લોકો શનિવારે શનિદેવના મંદિરે દર્શન કરી પૂજા કરી શકતા નથી તેઓ ઘરે શનિદેવના મંત્રો અને શનિ ચાલીસાના જાપ કરી શકે છે.

સરસવના તેલનો દીવો પ્રગટાવો:
શનિવારે શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. સરસવના તેલનો દીવો પ્રગટાવીને અને ભક્તો ઉપર આશીર્વાદ વરસાવતાં શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવની મૂર્તિની સામે નહીં પણ તેની શીલા સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.

આ વસ્તુઓ કરો અર્પણ:

શનિદેવને તેલ, તલ, કાળી અળદ અથવા કોઈપણ કાળી વસ્તુ અર્પણ કરો. શનિવારે શનિદેવની પૂજા કર્યા બાદ ભગવાન હનુમાનની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા દરમિયાન સિંદૂર ચડાવવું અને કેળા અર્પણ કરી શાંતિ અને સુખની પ્રાર્થના કરવી.

આ પણ વાંચો: ઉતરાયણે આ રાશીને મળશે સાડાસાતીમાંથી રાહત, મકર રાશિમાં સૂર્ય સહિત 5 ગ્રહનો શુભ યોગ, જાણો ફળ

આ પણ વાંચો: Maharashtra : વોર્ડમાં હતો એટલો ધુમાડો કે બાળકોના શરીર કાળા પડવા લાગ્યા હતા

Published On - 2:58 pm, Sat, 9 January 21