લગ્ન કર્યા પછી મોટાભાગની મહિલાઓ પર પરિવારને સાચવવાની જવાબદારીને કારણે ગૃહિણી બનીને રહેતી હોય છે જેને કારણે ગૃહિણીઓ અન્ય પ્રવૃતિઓ નથી કરી શકતી. ત્યારે અમદાવાદની Visakha Ranjan 46 વર્ષની ઉંમરે ગૃહિણી બન્યા પછી મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. માત્ર પ્રતિનિધિત્વ જ નહીં પણ આ કોમ્પિટિશનમાં 2nd રનરઅપ બનીને ગુજરાતનું નામ રોશન કર્યું.
લોકડાઉનમાં પરિવારની સારસંભાળ રાખવાની સાથે સાથે મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લેવાની તૈયારી પણ શરૂ કરી. નાનપણમાં વિશાખાએ મિસ ઇન્ડિયા અને ફેશન શોમાં ભાગ લેવાના સપના જોયા હતા. પણ ચોક્કસ કારણોસર વિશાખાના આ સપના પૂર્ણ ન થયા જેને લઈને વિશાખા રંજને તેમની દીકરીને વિવિધ ફેશન શોમાં ભાગ લેવડાવ્યો છે..લોકડાઉન દરમ્યાન વિશાખાના મનમાં વિચાર આવ્યો કે હું ગૃહિણી બન્યા પછી કેમ આવી પ્રત્યોગીતામાં ભાગ ન લવ. બસ ત્યારથી વિશાખાએ મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લેવા નોંધણી કરાવી. અને જોત જોતામાં તેમનું સિલેક્શન પણ થઈ ગયું.. પછી ડિસેમ્બર 2020માં જ્યારે આ કોમ્પિટિશન યોજાઈ ત્યારે વિશાખાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી 2nd રનરઅપ નો ખિતાબ જીત્યો.
વિશાખા રંજને જે પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો એમાં ભાગ લેનાર 18 પ્રતિયોગોઓ અલગ-અલગ ફિલ્ડ સાથે સંકળાયેલા હતા. ફક્ત વિશાખા એક જ ગૃહિણી હતી જેમણે આ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. જેનાથી આ પ્રત્યોગીતા જીતવી તેમના માટે ચેલેન્જ સમાન હતી. પણ લોકડાઉનના સમયમાં કરેલી મહેનત પ્રત્યોગીતામાં રંગ લાવી અને વિશાખા રંજન વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કર્યું.
Published On - 7:29 pm, Thu, 7 January 21