
ગુજરાતની વિજય રૂપાણી સરકારનું આગામી 17મી સપ્ટેમ્બરે વિસ્તરણ થશે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, આગામી 17મીએ ગાંધીનગર રાજભવનમાં શપથવિંધી સંપન્ન થશે. વિજય રૂપાણી સરકારનમાં નવા સાત પ્રધાનો ઉમેરાશે. અને આ સાત પ્રધાનો 17મીએ શપથવિધીમાં પ્રધાન તરીકે શપથ લેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આગામી 16મી સપ્ટેમ્બરે વર્તમાન પ્રધાનમંડળની છેલ્લી બેઠક યોજાશે. રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા કેટલાક પ્રધાનોને સંગઠનની જવાબદારી સોપાય તેવી સંભાવના છે. પ્રધાનમંડળના વિસ્તરણ બાદ જ ગુજરાત ભાજપનું પ્રદેશ માળખુ જાહેર થશે.
આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:25 am, Fri, 4 September 20