શાકભાજીની આવક ઓછી થતા, અમદાવાદના છુટક માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને

|

Mar 31, 2021 | 9:52 AM

અમદાવાદમાં ( Ahmedabad ) શાકભાજીની ( Vegetable ) આવક ઘટતા, છુટક બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. હોળી અને ધુળેટીના પર્વ અને રાત્રી કરફ્યુને લઈને, બહારગામ તેમજ પરપ્રાંતમાંથી આવતી ટ્રક ( truck ) બંધ થઈ ગઈ છે.

અમદાવાદમાં શાકભાજીની ( Vegetable ) આવક ઘટતા, છુટક બજારમાં શાકભાજીના ( Vegetable ) ભાવ આસમાને પહોચ્યા છે. હોળી અને ધુળેટીના પર્વ અને રાત્રી કરફ્યુને લઈને, બહારગામ તેમજ પરપ્રાંતમાંથી આવતી ટ્રક બંધ થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદમાં ( Ahmedabad ) રોજ લીલા શાકભાજીની જે આવકની જરૂરીયાત છે તેની સામે હાલ શાકભાજીની આવક ઓછી થઈ રહી છે.  સાથોસાથ કોરોનાનો કહેર વધવાની સાથે અમદાવાદના જમાલપુર એપીએમસીમાં ઓડ અને ઈવન પધ્ધતિએ વેપારીઓને દુકાન ખોલાવવાની મંજૂરી આપવામાં આવી હોવાથી શાકભાજી લઈને આવતી ટ્રકની સંખ્યા પણ ઘટી ગઈ છે. અમદાવાદમાં લીબું, વટાણા, ગવારના ભાવ આસમાને પહોચી રહ્યાં છે. સરેરાશ કિલોએ રૂપિયા 40થી 60નો ભાવ વધારો થતા, શાકભાજીના ભાવ છુટક માર્કેટમાં 100થી 120ના દરે વેચાઈ રહ્યું છે.

Next Video