ક્રીટીકલ ઝોનમાં મુકાયેલા Vapiને સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળતા જ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ

|

Feb 07, 2021 | 9:11 AM

ક્રીટીકલ ઝોનમાં મુકાયેલા Vapiને સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળતા જ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. Vapi પર લાગેલું કલંક દૂર થયું છે.

ક્રીટીકલ ઝોનમાં મુકાયેલા Vapiને સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળતા જ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ સેન્ટ્રલ મીનીસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ ફોરેસ્ટ દ્વારા સ્ટે અમલીકરણનું નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાંબા સમયથી અટવાયેલા Vapi ના એકસ્પેન્શનને હવે વેગ મળશે અને કેટલાક નવા નિયમોથી ઉદ્યોગકારોને મોટી રાહત મળશે.ઉલ્લેખનીય છે કે 10 જુલાઈ 2019ના રોજ Vapi, અંકલેશ્વર સહિત ગુજરાતના 8 શહેરોને NGTએ મોસ્ટ પોલ્યુટેડ ઝોનમાં મુકી દેતા ઉદ્યોગકારોની ચિંતામાં પ્રસરી હતી. જોકે Vapi ના માથે લાગેલો કલંક દૂર થતા ઉદ્યોગકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Video