Vapi : વાપીના વિકાસનો સાક્ષી બનશે 100 ફૂટ ઊંચો તિરંગો, 13 ઓગસ્ટે હર ઘર તિરંગા હેઠળ તૈયારીઓ શરૂ

|

Aug 01, 2022 | 9:47 AM

આઝાદીના (Freedom )અમૃત મહોત્સવ અંતર્ગત આ વખતે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પણ વિશેષ બનવા જઈ રહી છે. પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગાની જે મુહિમ કરવામાં આવી છે, તેમાં પણ લોકો ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે

Vapi : વાપીના વિકાસનો સાક્ષી બનશે 100 ફૂટ ઊંચો તિરંગો, 13 ઓગસ્ટે હર ઘર તિરંગા હેઠળ તૈયારીઓ શરૂ
Finance Minister Kanu Desai (File Image )

Follow us on

વાપી (Vapi ) શહેરના સાંકડા રસ્તાઓને પહોળા કરવા માટે વીજ કંપનીની નડતરરૂપ ઓવરહેડ (Overhead )વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરી થઇ છે. જેના ભાગરૂપે વાપી પાલિકાના વિવિધ વિસ્તારના 220 કે.વી. બલીઠા સ્ટેશનમાંથી નીકળતા વાપી 01 ફીડર અને 66 કે.વી. ચંડોર સબ સ્ટેશનમાંથી નીકળતા ખડકલા ફીડરની કુલ 2.891 કિમી ઓવરહેડ હાઇટેન્સન લાઇનોનું 7.394 કિમી અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાના કામનું ખાતમૂર્હુત વાપી પાલિકા પાસેના સરદાર ચોક ખાતે રવિવારે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિલ્ક્ય મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

વીજ પોલ દૂર થશે : કનુ દેસાઈ

કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. કે, વાપીને સુંદર શહેર બનાવવા માટે વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરાઇ રહી છે, રસ્તા પહોળા બની રહ્યા છે. વીજ પોલ પણ હવે દૂર થશે જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વાપીને સુંદર શહેર બનાવી શકીશું. ડાભેલથી વાપી સુધીના આરસીસી રસ્તા પર ભારે વરસાદમાં પણ હજુ સુધી ખાડા પડ્યા નથી, એ જ રીતે ચાર રસ્તાથી ક૨વડ સુધીનો રસ્તો પણ આરસીસી બનવા જઇ રહ્યો છે. સાથે ડ્રેનેજ લાઇન પણ પણ બનશે જેથી ચલામાં કોઇપણ દિવસ પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં. વીઆઇએ ચાર રસ્તાથી બિલખાડી સુધી રૂ. 30 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા જઇ રહ્યા છે. જેને કારણે સમગ્ર વાપીમાં પાણીનો ભરાવો થશે નહીં.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાપીમાં લહેરાશે 100 ફૂટ ઊંચો તિરંગો

પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વખતે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પણ વિશેષ બનવા જઈ રહી છે. પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગાની જે મુહિમ કરવામાં આવી છે, તેમાં પણ લોકો ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, આગામી તારીખ 13 ઓગસ્ટે સવારે 9 કલાકે મંત્રી કનુભાઇના હસ્તે 100 ફૂટ ઉંચો તિંગો ફરકાવવામાં આવશે. જે તિરંગો વાપીના વિકાસનો સાક્ષી બનશે. પાલિકાના ઉપપ્રમુખ અભય શાહે કહ્યું કે, પાલિકાના 44 સભ્યોએ સર્વાનુમતે મંત્રીશ્રી કનુભાઇ દેસાઇને અભિનંદનનો પ્રસ્તાવ પસાર કર્યા છે, મંત્રીના માર્ગદર્સંવાહનથી અત્યારસુધી 300 થી 400 કરોડ રૂપિયાના પ્રકલ્પો સાકાર થઇ રહ્યા હોવાનું તેમજ વાપીના વિકાસમાં તેમનુ યોગદાન મહત્વનું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

Next Article