Valsad : વલસાડમાં લવ જેહાદનો નોંધાયો ગુનો, પ્રેમજાળમાં ફસાયેલી યુવતીને, વિધર્મી પતિ-પત્ની કરતા હતા પરેશાન

|

Jul 06, 2021 | 8:10 AM

ગુજરાતમાં લવજેહાદના (love jihad) કાયદો અમલમાં આવ્યા બાદ એક બાદ એક ગુના નોંધાઈ છે. વલસાડમાં વિધર્મી પતિ-પત્નીએ હિંદુ યુવતીને બદનામ કરવાની ધમકી આપતા લવજેહાદ હેઠળ ગુનો નોંધાયો છે.

ગુજરાત રાજ્યમાં લવ જેહાદને (love jihad) લઇને કડકમાં કડક કાયદો બનાવવામાં આવ્યો છે. વલસાડ (Valsad) જિલ્લામાં વિધર્મી યુવકે નામ બદલીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને તેને તાબામાં રાખવા તેના પર દુષ્કર્મ આચરીને વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ કાવતરામાં વિધર્મી યુવકની પત્ની પણ સામેલ હતી.

એક વિધર્મી યુવકે છેલ્લા કેટલાક સમયથી પીડિત યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ પ્રેમ સિંઘાનિયા નામનો એક હિંદુ યુવક તરીકેની ઓળખ આપી હતી અને તેને મુસ્લિમ પરિવારએ દત્તક લીધો હોવાનું પીડિતાને જણાવી અને પ્રેમ જાળમાં ફસાવી હતી.આ દરમ્યાન આરોપીએ પીડિતાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારબાદ એક દિવસ આરોપીએ યુવતીનો નગ્ન વીડિયોની માંગ કરી હતી.

જોકે નગ્ન વીડિયો મળ્યા બાદ આરોપીએ પીડિતાનો નગ્ન વીડિયો વાયરલ કરી અને તેને બદનામ કરવા ધમકી આપી બ્લેમેઇલ કરવાનું શરૂ કરી શોષણ શરું કર્યું હતું. પીડિતાએ હિંમત કરી પોતે બ્લેકમેલિંગનો ભોગ બની રહી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તપાસ શરુ કરતા યુવકનું નામ વસીમ મન્સૂરી હોવાનું સામે આવ્યું હતું.

આરોપી વસીમની પત્ની શબનમ પણ પીડિતાને બ્લેક મેઇલ કરવા પીડિતાના નગ્ન વિડીયો પીડિતાના પિતા અને પરિવારજનોને મોકલી તને બદનામ કરી હતી અને ધાક ધમકી પણ આપી હતી. પોલીસે બંનેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા હતા.

Next Video