Valsad : ભારે વરસાદના પગલે પાણીની આવક વધતાં મધુવન ડેમના સાત દરવાજા ખોલાયા

|

Jul 19, 2021 | 2:27 PM

મધુબન ડેમના સાત દરવાજા ખોલાવામાં આવ્યા છે. જેમાં ડેમમાંથી દમણગંગા નદીમાં 75000 કયુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. તેમજ દમણગંગા નદી કિનારે આવેલા ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

વલસાડ(Valsad) માં ભારે વરસાદથી મધુબન ડેમ( Madhuban Dam) માં પાણીની આવક વધી છે. જેના પગલે મધુબન ડેમના સાત દરવાજા ખોલાવામાં આવ્યા છે. જેમાં ડેમમાંથી દમણગંગા નદીમાં 75000 કયુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. તેમજ દમણગંગા નદી કિનારે આવેલા ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત વાપી નજીક દમણગંગા નદી પર બનાવવામાં આવેલો વિયર ઓવરફલો થયો છે. આ વિયર વાપી જીઆઇડીસી અને વાપી શહેરના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડે છે.

જો કે દમણગંગા નદીના પાણી છોડવામાં આવતા હવે દમણગંગા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ નદીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્રએ તાકીદ કરી છે.

આ પણ વાંચો : તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર

આ પણ વાંચો :  IND vs SL: માથામાં બોલ વાગવાને લઇ પૃથ્વી શો એ મેચ બાદ કહ્યુ, સ્પષ્ટ દેખી શકતો નહોતો 

Published On - 2:12 pm, Mon, 19 July 21

Next Video