Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

|

Aug 19, 2021 | 2:59 PM

લાંબા સમય બાદ વલસાડ જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Valsad Rain : હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અમુક વિસ્તારમા વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ વચ્ચે વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના વરસાદની વાત કરવામાં આવે તો વાપીમાં 4 કલાકમાં 2.28 ઇંચ વરસાદ  વરસ્યો હતો. જયારે વલસાડમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો હતો.  સૌથી ઘી પારડીમાં 2.88 ઇંચ વરસાદ વરસ્યો હતો. કપરાડામાં ચાર કલાકમાં 1.08 ઇંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.  17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાતા પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.જેને લઈને 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી સંભાવના હતી. જેને લઈને વલસાડમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.

નોંધનીય છે કે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  જેને પગલે ખેડૂતો પણ ચિંતિત હતા. પરંતુ વરસાદ વરસતા થોડી રાહત થઇ હતી.રાજયમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ દિવમાં પણ વરસાદ વરસશે.આ ઉપરાંત 20 ઓગસ્ટના મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો કચ્છમાં હવામાન સુકુ રહેશે. પરંતુ 20 ઓગસ્ટના કચ્છના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં હજી પણ 48 ટકા જેટલી વરસાદની ઘટ છે.

આ પણ વાંચો : India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક

આ પણ વાંચો :Maharashtra: અમરાવતીની ‘નીરજા’ શ્વેતા શંકે તાલિબાનથી ગભરાઈ નહીં, એર ઈન્ડિયાના વિમાન દ્વારા 129 મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પહોચાડ્યા

Next Video