VALSAD : તીઘરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો, જુઓ વીડિયો

|

Apr 01, 2021 | 11:36 PM

VALSAD : જિલ્લાના તીઘરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો છે. પારડી તાલુકામાં આવેલા તીરઘા ગામે બે દિવસ પહેલા દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું.

VALSAD : જિલ્લાના તીઘરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો છે. પારડી તાલુકામાં આવેલા તીરઘા ગામે બે દિવસ પહેલા દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું. ત્યારબાદથી ગામમાં ભયનો માહોલ ફેલાયેલો હતો. ઘટનાની જાણ થતા જ એક્શનમાં આવેલા વનવિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. અને તેના પર CCTV કેમેરાથી નજર રાખી હતી. વનવિભાગે ગોઠવેલા પાંજરામાં આખરે દીપડો પૂરાઈ ગયો છે.. CCTV કેમેરામાં પણ આ દીપડો લટાર મારતો હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. દીપડો પાંજરે પૂરાતા ગામલોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.

 

Next Video