VALSAD : 1.50 કરોડના ખર્ચે પારનેરા ડુંગરનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થશે

VALSAD : 15મી સદીના પારનેરાના પેશ્વાઇકાળના ઐતિહાસિક ડુંગરને પ્રવાસધામ તરીકે વિકસાવવા માટે રૂ. 1.50 કરોડના ખર્ચે વિકસાવવા કામગીરી શરૂ થતા વિકાસના દ્વારા ખુલ્યાં છે.

VALSAD : 1.50 કરોડના ખર્ચે પારનેરા ડુંગરનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થશે
PARNERA HILL
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:59 PM

VALSAD : વલસાડ શહેરથી 6 કિમી દૂર આવેલો પારનેરાનો ઐતિહાસિક ડુંગર ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે મહત્વ ધરાવે છે. જેની ત્રિજીયામાં 113.71 હેકટર વન વિસ્તાર ફેલાયેલો છે. ડુંગર પર લગભગ 15મી સદીનો વિશા‌ળ પેશ્વાઇ કિલ્લો જોવા લાયક છે. કિલ્લાની દક્ષિણે આવેલી નાઠાબારી તરીકે ઓળખાતી જગ્યાએથી સુરત ઉપર ચઢાઇ કરીને પરત ફરી રહેલા શિવાજી પસાર થયા હતા તેવી લોકવાયકા છે. મહાકાળી મંદિર પણ ખુબ જાણીતું અને ચમત્કારિક મનાય છે.

1.50 કરોડના ખર્ચે પારનેરા ડુંગરનો વિકાસ થશે
ગુજરાત સરકાર વલસાડના આ ઐતિહાસિક પારનેરા ડુંગરનો 1.50 કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરશે. વલસાડ તાલુકાના 15મી સદીના પારનેરાના પેશ્વાઇકાળના ઐતિહાસિક ડુંગરને પ્રવાસધામ તરીકે વિકસાવવા માટે રૂ. 1.50 કરોડના ખર્ચે વિકસાવવા કામગીરી શરૂ થતા વિકાસના દ્વારા ખુલ્યાં છે. માર્ગ અને મકાન વિભાગમાંથી તાંત્રિક મંજૂરી મળ્યા બાદ વહીવટી મંજૂરી મળતાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, સાંસદ ડો.કે.સી. પટેલની ઉપસ્થિતિમાં રૂ.1.50 કરોડના ખર્ચે પારનેરા ડુંગરના વિકાસના કામોની ખાત મુહૂર્ત વિધિ બાદ કામો શરૂ કરવામાં આવ્યાં છે.

પારનેરા ડુંગરનું આધ્યાત્મિક મહત્વ
વલસાડનો ઐતિહાસિક પારનેરા ડુંગર ઘણું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. નવરાત્રિમાં આઠમના સૌથી મોટા બે દિવસીય મેળામાં પારનેરા ડુંગરે માતાજીના દર્શને હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. પારનેરાના ઐતિહાસિક ડુંગર ઉપર વિશા‌ળ કિલ્લો નિર્માણ કરાયો હતો. આ ડુંગરની ટોચે શ્રી ચંદ્રિકામાતા, શ્રી અંબિકા માતા, શ્રી કાળિકા માતા અને હનુમાનજી મંદિર આવેલા છે. માતાજીના મંદિરોની ભવ્યતા ધરાવતા ડુંગરના વિકાસના કામો હાથ ધરાતાં હજારો ભક્તોને અનેક સુવિધા મળશે.