31 ડિસેમ્બરના દિવેસ યુવાઓ એકઠા થઇને ઉજવણી કરતા હોય છે. પાછલા કેટલાક વર્ષોથી ઉજવણીના બહાને દારૂની પાર્ટીઓ કરતા હોય છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર પર રોક લગાવવા પોલીસ વિભાગે કમરકસી છે. ખાસ કરીને સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાએ તમામ ચેકપોસ્ટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સમયગાળા દરમિયાન બુટલેગરો મોટાપાયે દારૂની હેરફેર કરતા હોય છે, ત્યારે આવી ગેરકાયદે હેરફેર રોકવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ચેકપોસ્ટ પર બંદોબસ્ત તૈનાત કરવાની સાથે જિલ્લામાં પણ સર્વેલન્સ શરૂ કરાયું છે. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: ખોખરામાં યુવકને માર મારવાના કેસમાં કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ
Published On - 9:01 pm, Mon, 21 December 20